
વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા આજે સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે જોડાયા છે અને તેમણે પોતાના કાર્યકાળની શરૂઆત શપથવિધિ સાથે કરી છે.

ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ 22 દિવસ પછી બુધવારે 16 જુલાઇ ના રોજ નવા ધારાસભ્યો માટે વિધાનસભાના દરવાજા ખુલી ગયા છે અને ગોપાલ ઇટાલિયાએ નિયમિત કાયદેસર પ્રક્રિયા મુજબ શપથ લીધા છે.

હવે તેમણે વિધાનસભાના અન્ય સભ્યોની જેમ દર મહિને રૂ. 70,000થી 1,00,000 જેટલો પગાર અને વિવિધ પ્રકારના ભથ્થાઓ જેવી કે ભાડા સહાય, મિનિસ્ટ્રીયલ સહાય, ફોન બિલ અને પ્રવાસ ભથ્થા વગેરેના લાભ મળવા લાગશે.

શપથવિધિ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા અને નવા ધારાસભ્યોને તેમના ભાવિ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.

ગોપાલ ઇટાલિયા હવે સત્તાવાર રીતે વિધાનસભામાં પ્રવેશ્યા બાદ પોતાના વિસ્તારમાં લોકહિત માટે કામગીરી કરવા તથા લોકોની આશાઓ પર ખરા ઉતરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
Published On - 1:16 pm, Wed, 16 July 25