Breaking News : વેદાંતને મોટો ઝટકો! ONGCએ ખંભાત ઓફશોર બ્લોકનો કબજો લીધો, કંપનીને ₹379 કરોડનું નુકસાન

દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ વેદાંત લિમિટેડને ખંભાત ઓફશોર બ્લોક ગુમાવવો પડ્યો છે. ONGCએ CB-OS-02 બ્લોકનો કબજો મેળવી લીધો છે, જેના કારણે વેદાંતને ₹379 કરોડનું મોટું નુકસાન થયું છે.

| Updated on: Nov 15, 2026 | 4:21 PM
1 / 8
અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની વેદાંત લિમિટેડને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ વેદાંત ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ પાસેથી ખંભાત ઓફશોર બ્લોકનો કબજો મેળવી લીધો છે. આ નિર્ણયની સીધી અસર વેદાંતની નાણાકીય સ્થિતિ પર પડી છે. કંપનીએ આ બ્લોક સાથે જોડાયેલી સંપત્તિના મૂલ્યમાં આશરે ₹379 કરોડનો ઘટાડો નોંધાવ્યો છે.

2 / 8
આ સમગ્ર મામલો ગુજરાતના ખંભાત ઓફશોર વિસ્તારમાં આવેલા CB-OS-02 બ્લોક સાથે જોડાયેલો છે. અગાઉ આ બ્લોકનું સંચાલન વેદાંત ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ કરતી હતી. આ બ્લોકમાં વેદાંતનો 40 ટકા હિસ્સો હતો, જ્યારે ONGC પાસે 50 ટકા અને ઇન્વેનેર પેટ્રોડાઈન લિમિટેડ પાસે બાકીના 10 ટકાનો હિસ્સો હતો.

3 / 8
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પત્ર જાહેર કરીને બ્લોકના ઉત્પાદન વહેંચણી કરારને લંબાવવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ સંબંધિત ઓપરેટરને બ્લોક ONGCને સોંપવા માટે સૂચના આપી હતી. જોકે, વેદાંતે સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવીને તેને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

4 / 8
વેદાંતે 22 સપ્ટેમ્બર, 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. આ દરમિયાન કોર્ટ દ્વારા યથાસ્થિતિ જાળવી રાખવાનો વચગાળાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, 22 જુલાઈ, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે વેદાંતની અરજી ફગાવી દીધી હતી અને અગાઉ આપવામાં આવેલો વચગાળાનો સ્ટે પણ હટાવી લીધો હતો. આ ચુકાદા બાદ ONGC માટે બ્લોકનો કબજો મેળવવાનો માર્ગ મોકળો થયો હતો.

5 / 8
દિલ્હી હાઈકોર્ટના આદેશના આધારે ONGCએ 22 જુલાઈ, 2026થી બ્લોકનું સંચાલન અને નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. ત્યારબાદ ONGCએ 28 જુલાઈ, 2026ના રોજ પેટ્રોલિયમ લીઝ માટે પણ અરજી કરી હતી. આ અંગે બંને કંપનીઓએ સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી છે.

6 / 8
જોકે, વેદાંતે હાઈકોર્ટના સિંગલ જજના નિર્ણયને અંતિમ માન્યો નથી. કંપનીએ આ આદેશ સામે દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી છે. આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને ડિવિઝન બેન્ચે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. એટલે કે, ONGCએ બ્લોકનો કબજો મેળવી લીધો હોવા છતાં બંને કંપનીઓ વચ્ચેનો કાનૂની વિવાદ હજુ સંપૂર્ણપણે ઉકેલાયો નથી.

7 / 8
વેદાંતે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 22 જુલાઈ, 2026થી કંપનીએ ખંભાત બ્લોકમાંથી થતી આવક અને તેની સાથે જોડાયેલા ખર્ચાઓને પોતાના હિસાબમાં નોંધવાનું બંધ કરી દીધું છે. આ ઉપરાંત, બ્લોક પરના નિયંત્રણમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને કંપનીએ તેની સંપત્તિના મૂલ્યમાં આશરે ₹379 કરોડનો ઘટાડો નોંધાવ્યો છે.

8 / 8
આ ઘટાડો નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધવામાં આવ્યો છે. આમ, ખંભાત ઓફશોર બ્લોકના નિયંત્રણને લઈને ચાલી રહેલા વિવાદમાં વેદાંતને મોટો નાણાકીય ફટકો પડ્યો છે. હવે સૌની નજર દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના આગામી ચુકાદા પર છે, જે આ સમગ્ર વિવાદની આગળની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઇ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

Follow Us
Loading...
Unable to load recommendations.