
એવુ નથી કે વૈભવ માત્ર IPLમાં સારુ રમી રહ્યો છે. IPL પહેલા, વૈભવ 2024 માં ACC અંડર 19 ક્રિકેટ એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમી રહ્યો હતો. જેમાં તેણે 44 ની પ્રભાવશાળી સરેરાશથી 176 રન બનાવ્યા હતા. જે પછી ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી જુનૈદ વૈભવના જોરદાર પ્રદર્શનને પચાવી શક્યો નહીં અને તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું 13 વર્ષના છોકરામાં આટલી શક્તિ હોઈ શકે છે?

દુનિયા વૈભવ સૂર્યવંશીને સલામ કરી રહી છે પણ બીજી તરફ કેટલાક લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભૂતપૂર્વ બોક્સર વિજેન્દર સિંહે આરોપ લગાવ્યો છે કે વૈભવ સૂર્યવંશીએ ઉંમરની છેતરપિંડી કરી છે.

વૈભવ સામેના ઉંમર છેતરપિંડીના આરોપોનો જવાબ હવે વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ આપ્યો છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે વૈભવ 8 વર્ષનો હતો, ત્યારે તેનો ઓફિશિયલ બોન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ટેસ્ટ BCCI દ્વારા પ્રમાણિત છે. આ ટેસ્ટ ફક્ત યુવા ખેલાડીઓની ઉંમર ચકાસવા માટે કરવામાં આવે છે.

વૈભવના પિતા સંજીવ દ્વારા આપવામાં આવેલા જવાબો દર્શાવે છે કે વૈભવ ખરેખર ફક્ત 14 વર્ષનો છે. વૈભવનો જન્મ 27 માર્ચ 2011 ના રોજ થયો હતો. તે બિહારનો રહેવાસી છે. વૈભવ IPLમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તે IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીએ 4 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ. પછી, 9 વર્ષની ઉંમરે, તેના પિતાએ વૈભવને સમસ્તીપુરની એક ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. વૈભવની માતા રાત્રે ૧૧ વાગ્યે સૂઈ જતી અને ૨ વાગ્યે ઉઠતી. તે રાત્રે મોડી જાગીને વૈભવ માટે ભોજન બનાવતી. કારણ કે વૈભવને સવારે વહેલા પ્રેક્ટિસ માટે જવાનું હતું.
Published On - 9:21 am, Sat, 3 May 25