ઓળખ કેવી રીતે ભૂલાય ! વડોદરામાં બનશે વડથી પ્રેરિત ડિઝાઇનનું બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ Photos
અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની એટલે કે બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. જેને લઈ બુલેટ ટ્રેન માટેના સ્ટેશનોનું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે આ કામગીરીને કારણે વડોદરાને નવું નજરાણું મળવાનું છે.
1 / 5
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વડોદરાના હાઇસ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનનો અંદરનો નજારો કેવો હશે એ દર્શાવતો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. 1.77 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક હશે.
2 / 5
વડોદરા શહેરમાં પંડયા બ્રિજ નજીક અંદાજે 1.77 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઇ રહ્યું છે. આ HSR સ્ટેશનની ડિઝાઈન શહેરમાં જોવા મળતા વડલાઓની પુષ્કળ માત્રાને કારણે 'બનિયન ટ્રી'થી પ્રેરિત છે.
3 / 5
આ સ્ટેશન વિશાળ જગ્યામાં છે અને આસપાસ ભારતીય રેલવે અને બસ સેવાની કનેક્ટિવિટી હોવાથી ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ રેલ પ્રોજેકટ અંતર્ગત વર્ષ 2010થી જુદા-જુદા શહેરમાં બુલેટ ટ્રેન માટેનું બાંધકામ પૂર જોશમાં ચાલી રહ્યું છે.
4 / 5
અંદાજિત આ પ્રોજેકટની શરૂઆતને હાલ 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે ત્યારે રૂ.1.18 લાખ કરોડનો ગુજરાતનો આ ડ્રીમ પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે છે.
5 / 5
વડોદરા રેલવે સ્ટેશન એ 'વાય' આકારની જંક્શન રચના ધરાવે છે. જેમાં એક અમદાવાદ તરફ જાય છે અને બીજી રતલામ - નવી દિલ્હી તરફ જાય છે. અમદાવાદથી રતલામ - નવી દિલ્હી રૂટની ટ્રેનોના સંચાલન માટે વડોદરા સ્ટેશન પર ટ્રેનને રિવર્સ કરવાની જરૂર પડે છે, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ થાય છે.