Budget 2026 : ટેક્સનો ભાર થશે ‘હળવો’? શું નોકરીયાત વર્ગને ટેક્સમાં મળશે ‘મોટી રાહત’? ઇન્કમ ટેક્સના આ 10 ખાસ મુદ્દા પર લોકોની નજર

કેન્દ્ર સરકાર રવિવાર, 1 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 11 કલાકે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ બજેટથી નોકરીયાત વર્ગના (Salary Class) લોકોને ઘણી આશાઓ છે.

| Updated on: Jan 21, 2026 | 7:23 PM
1 / 11
નિષ્ણાતોનું માનવું છે કે, બજેટ 2026 નું ફોકસ દેશમાં વપરાશ (Consumption) વધારવા, ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા અને ટેક્સ બેઝને વ્યાપક બનાવવા પર રહી શકે છે. જો કે, બજેટમાં કોઈ મોટા ટેક્સ કાપની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે પરંતુ કેટલાક સુધારા અને નાના ફેરફારો પગારદાર કરદાતાઓ માટે રાહતરૂપ બની શકે છે.

2 / 11
ટેક્સ નિષ્ણાતોના મતે, બજેટ 2026 માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા ઓછી છે. આનું કારણ એ છે કે, પાછલા બજેટમાં ટેક્સ સ્લેબમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હતા. એવામાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ટેક્સ સ્લેબને મોંઘવારી મુજબ એડજસ્ટ કરવામાં આવે, કારણ કે આવક વધવા છતાં મોંઘવારીને લીધે લોકોની વાસ્તવિક ખરીદશક્તિ તે પ્રમાણમાં વધી શકતી નથી અને કરદાતાઓ ઊંચા ટેક્સ સ્લેબમાં આવી જાય છે.

3 / 11
નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનને હાલના ₹75,000 થી વધારવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. છેલ્લી વાર આમાં વધારો વર્ષ 2024 ના બજેટમાં કરવામાં આવ્યો હતો. મોંઘવારીને જોતા, જો સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવે તો પગારદાર કર્મચારીઓની 'ડિસ્પોઝેબલ ઇન્કમ' (ખર્ચવા પાત્ર આવક) માં સીધો વધારો થઈ શકે છે.

4 / 11
બજેટ 2026 માં TDS ના દરોને તર્કસંગત (Rationalize) બનાવવાની અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. હાલમાં અલગ-અલગ પ્રકારના વ્યવહાર પર ઘણા TDS દરો લાગુ છે, જેના કારણે સિસ્ટમ જટિલ બની ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, સરકાર મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ માટે 2-3 સ્ટાન્ડર્ડ TDS રેટ લાગુ કરી શકે છે, જેનાથી ટેક્સ પાલન (Tax Compliance) સરળ બનશે.

5 / 11
સરકાર લાંબાગાળે જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) ને નાબૂદ કરવાના સંકેત આપી રહી છે પરંતુ બજેટ 2026 માં તેને સંપૂર્ણપણે હટાવી દેવાની શક્યતા ઓછી છે. હજુ પણ મોટી સંખ્યામાં કરદાતાઓ ડિડક્શન (કપાત) અને છૂટના કારણે જૂની ટેક્સ વ્યવસ્થાને પસંદ કરે છે. આથી, તેને તબક્કાવાર રીતે નાબૂદ કરવામાં આવી શકે છે.

6 / 11
ટેક્સ કાયદાઓને વધુ સરળ બનાવવા અને વિવાદોના નિરાકરણની સિસ્ટમને ઝડપી બનાવવાની જાહેરાત 'બજેટ 2026' માં થઈ શકે છે. પાછલા વર્ષોમાં ટેક્સ એસેસમેન્ટને ડિજિટલ કરવામાં આવ્યું છે, જેનાથી પારદર્શિતા વધી છે પરંતુ એસેસમેન્ટ અને અપીલના કેસોના નિકાલની ઝડપ હજુ પણ એક મોટો પડકાર બની રહી છે. સરકાર આ દિશામાં નવા સુધારા લાવી શકે છે.

7 / 11
ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 24(b) હેઠળ હોમ લોનના વ્યાજ પર મળતી ₹2 લાખની મહત્તમ ડિડક્શન (કપાત) મર્યાદાને વધારવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ મર્યાદા આશરે એક દાયકા પહેલા નક્કી કરવામાં આવી હતી અને હાલની પ્રોપર્ટીની કિંમતોના મુકાબલે હવે તે ઓછી અસરકારક સાબિત થઈ રહી છે.

8 / 11
બજેટ 2026માં ઇન્કમ ટેક્સ કાયદાઓને વધુ 'ડી-ક્રિમિનલાઈઝ' (અપરાધની શ્રેણીમાંથી બહાર) કરવાની શક્યતા છે. પાછલા બજેટમાં TCS સાથે જોડાયેલી કેટલીક જોગવાઈઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવામાં આવી હતી. હવે તે જ કડીમાં આગળ વધતા ઘણા તકનીકી ઉલ્લંઘનોને પણ ગુનાહિત દાયરામાંથી હટાવવામાં આવી શકે છે.

9 / 11
મર્જર અને એક્વિઝિશન (M&A) જેવા સોદાઓમાં કન્ટિજન્ટ કન્સીડરેશન (ભવિષ્યની શરતો પર આધારિત ચુકવણી) પર કેપિટલ ગેઈન ટેક્સને લઈને ઘણી અસ્પષ્ટતા છે. નિષ્ણાતોને આશા છે કે, બજેટ 2026 માં આ અંગે સ્પષ્ટ નિયમો લાવવામાં આવશે, જેનાથી આવા સોદાઓમાં ટેક્સની ગણતરી (Tax Calculation) સરળ બની શકશે.

10 / 11
હાલમાં કર્મચારીઓને આપવામાં આવતી કાર પર મળતા પર્કવિઝિટ (Perquisite - સવલત) ની કિંમત એન્જિનની ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે, જે ઇલેક્ટ્રિક વાહનોના કિસ્સામાં સંબંધિત નથી. બજેટ 2026 માં EV કાર માટે અલગ પર્કવિઝિટ વેલ્યુએશન નિયમો ઉમેરવામાં આવી શકે છે.

11 / 11
સરકાર રોજગાર નિર્માણની તકોને પ્રોત્સાહન આપવા માટે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80JJAA હેઠળ નવા કર્મચારીઓના ખર્ચ પર મળતી કપાત (Deduction) ની મર્યાદા વધારી શકે છે. વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં રોજગારીની તકો વધારવી એ સરકારની પ્રાથમિકતા બની રહી છે. એવામાં આ પગલું કંપનીઓને નવી ભરતી કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.