
ઓશિકા નીચે હળદર રાખીને સૂવાથી વિચાર શક્તિ વધે છે અને સારી ઊંઘ આવે છે. સાથે જ હળદરને તકિયા નીચે રાખવાથી ખરાબ સપનાથી રાહત મળે છે.

હળદરનો એક ગાંઠિયો તકિયા નીચે રાખવાથી નોકરી મળવાની શક્યતા વધી જાય છે અને પૈસાની તંગી દૂર થાય છે. સૂતી વખતે તકિયા નીચે હળદર રાખવાથી લગ્નમાં વિલંબની સમસ્યા દૂર થાય છે અને વહેલા લગ્ન થવાની સંભાવના રહે છે.

હળદરનો એક ગાંઠિયો સ્વચ્છ કપડામાં બાંધીને સૂતી વખતે તકિયાની નીચે રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)