
આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો. ટ્રમ્પે ઘોષણા કરી કે બંને દેશો વચ્ચે સીઝફાયર માટે સંમતિ થઇ છે અને સાંજે પાંચ વાગ્યે સીઝફાયર થશે. જો કે આ જાહેરાત થયાના માત્ર ત્રણ કલાકમાં જ પાકિસ્તાની સેના વડા અસીમ મુનીરની સેનાએ સીઝફાયર વાયોલેશન કર્યુ અને શ્રીનગર, જમ્મુ, કચ્છમાં ડ્રોન હુમલાઓ કર્યા.

મુનિર અને મુનિરની સેનાએ ટ્રમ્પના આદેશને ઘોળીને પી ગઈ અને તેના કહેવાની જાણે કોઈ અસર ન થતી હોય તેમ સીઝફાયરનો ત્રણ જ કલાકમાં ભંગ કરી દીધો.

આ સ્થિતિને જોતા પહેલા જે પ્રકારે અમેરિકા દુનિયાના દેશો પર પકડ બનાવીને રાખી શક્તુ હતુ. તે ધાર હવે જોવા મળી રહી નથી અને અનેક નાના-નાના ટચુકડા દેશોના વડાઓ ટ્રમ્પના આદેશની અવગણના કરી રહ્યા છે. ભારતની જો વાત કરીએ તો ભારતના અમેરિકા સાથે સારા સંબંધો છે આથી નરેન્દ્ર મોદી ટ્રમ્પનું માન રાખતા સીઝફાયર માટે તૈયાર થયા પરંતુ ટચુકડા પાકિસ્તાનને સેના પ્રમુખે ટ્રમ્પની જોરદાર અવગણના કરી તેમને ઝલીલ કરવાનું કામ કર્યુ.
Published On - 10:54 pm, Sat, 10 May 25