
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ મલ્ટીપલ સોર્સ ડેટાના કલેક્શન અને એનાલિસીસને ટેકો આપવા માટે એક 'સ્કેલેબલ એનાલિટિક્સ ફાઉન્ડેશન' વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આમાં ટ્રાફિક ફ્લો ડેટા, પર્યાવરણને લગતા આંકડા, ડ્રાઇવરનું પ્રદર્શન, વાહનનું પ્રદર્શન, એક્સિડન્ટ રિપોર્ટ, અકસ્માત સ્થળોએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે. કંપનીની આ જાહેરાત પછી રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિના દરમિયાન ITI લિમિટેડના શેરમાં 2 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 6 મહિનાના સમયગાળામાં રોકાણકારોને 5 ટકાનું રિટર્ન મળ્યું છે.

ITI લિમિટેડના શેરમાં એક વર્ષમાં 9 ટકાનો વધારો થયો છે. જો આપણે લાંબાગાળાના પ્રદર્શનની વાત કરીએ, તો 5 વર્ષ દરમિયાન કંપનીના સ્ટોકે લગભગ 140 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

હાલમાં કંપનીની માર્કેટ કેપિટલ 30,614 કરોડ રૂપિયા છે. આ શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે એટલે કે, 592.70 રૂપિયાએ જોવા મળ્યો છે, જ્યારે 52 અઠવાડિયાના નીચલા સ્તરે એટલે કે, 210 રૂપિયાએ પણ જોવા મળ્યો છે.