Breaking News: શેરબજારમાં ‘ટ્રમ્પ કાર્ડ’ ખેલાયું ! સોમવારનો કડાકો ભૂલી જાઓ, મંગળવારે તેજીનો વિસ્ફોટ

અચાનક અમેરિકાથી આવેલા એક સમાચારે આખી બાજી પલટી નાખી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદન બાદ ગ્લોબલ માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ટૂંકમાં, મંગળવારે સવારે બજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.

| Updated on: Mar 23, 2026 | 7:06 PM
1 / 5
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ભારતીય બજારોના સંકેતક GIFT Nifty માં સોમવારે સાંજે જબરદસ્ત તેજી જોવા મળી છે. ઇન્ડેક્સ 3% થી વધુ ઉછળીને 685 અંકના વધારા સાથે 23,150 ના સ્તરે પહોંચી ગયો છે.

2 / 5
આ તેજી ત્યારે આવી જ્યારે ટ્રમ્પે જાહેરાત કરી કે, ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના પ્રસ્તાવિત સૈન્ય હુમલાઓને પાંચ દિવસ માટે ટાળી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય બંને દેશો વચ્ચે થયેલી સકારાત્મક વાતચીતના આધારે લેવામાં આવ્યો છે, જેનો હેતુ મધ્ય પૂર્વના તણાવનો "કમ્પ્લીટ સોલ્યુશન" (કાયમી ઉકેલ) લાવવાનો છે.

3 / 5
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ વિરામ અસ્થાયી છે અને આગળની કાર્યવાહી વાટાઘાટોની પ્રગતિ પર નિર્ભર રહેશે. વાતચીત આખું અઠવાડિયું ચાલુ રહેવાની શક્યતા છે. આ જાહેરાત બાદ વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં પણ મોટી હલચલ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં 14% થી વધુનો ઘટાડો થયો અને તે 96 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયું. બીજી તરફ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) અને યુરોપિયન નેચરલ ગેસની કિંમતોમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

4 / 5
બજારના નિષ્ણાતોના મતે, GIFT Nifty માં આવેલી આ તેજી સંકેત આપે છે કે, મંગળવારે સ્થાનિક શેરબજારમાં 'રાહત રેલી' જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે વૈશ્વિક તણાવ અને કાચા તેલની કિંમતોમાં ઉછાળાને કારણે ભારતીય બજારોમાં મોટો કડાકો બોલાયો હતો. BSE Sensex 1,836.57 અંક એટલે કે 2.46% તૂટીને 72,696.39 પર બંધ થયો હતો, જ્યારે Nifty 50 601.85 અંક એટલે કે 2.6% ગબડીને 22,512.65 પર આવી ગયો હતો.

5 / 5
આ દરમિયાન વિદેશી રોકાણકારોની વેચવાલી, રૂપિયામાં નબળાઈ અને કાચા તેલની વધતી કિંમતોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું હતું. જો કે, ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ અમેરિકી બજારના ફ્યુચર્સમાં પણ લગભગ 2% ની તેજી જોવા મળી છે. આ સંકેત આપે છે કે, હાલમાં વૈશ્વિક બજારમાં તણાવ ઓછો થવાની આશા જાગી છે.

Follow Us