
Tree care tips : ઘણી વખત આપણે એ જોયું હશે કે મંદિરે કે અન્ય વૃક્ષો હોય ત્યાં લોકો કીડીની લાઈન જતી હોય તે જગ્યા પર કીડીયારું પુરે છે. એટલે કે કીડીને જમવા માટેનો ખોરાક આપે છે.

જ્યારે તમે કીડીયારુ પુરવા માટે ખાંડ, લોટ કે બ્રેડના ટુકડા ઝાડના મુળ એટલે કે થડની પાસે નાખો છો. ત્યારે ઝાડની નીચે કીડીના દર બનાવે છે.

માટીને ખોખલી કરે છે અને પોતાને રહેવા માટે રહેઠાણ બનાવે છે. પરિણામે એવું બને છે કે એ ઝાડને કોઈ પાણી આપતું નથી. કેમ કે નીચે કીડીના દર આવેલા હોય છે.

લાંબા ગાળે આ નુકસાન ઝાડને થાય છે. અને ઝાડ સુકાવા લાગે છે. એટલા માટે જો તમારે કીડીયારુ પુરવું હોય તો ઝાડની થોડે દૂર કીડીને ખોરાક આપવો જોઈએ.

જેથી કરીને ઝાડને પાણી આપવા માટે પણ કોઈ મુશ્કેલી ના થાય અને કીડીના ઘર પણ સચવાઈ રહે.