Travel With Tv9 : ગુજરાતની નજીક આવેલા સૌથી વધારે રોમેન્ટીક હિલ સ્ટેશનની લો મુલાકાત, વેલેન્ટાઈન ડે બનાવો યાદગાર

|

Feb 08, 2025 | 11:08 AM

વેલેન્ટાઈન ડે પર મોટાભાગના લોકો બહાર ફરવા જવાનું વિચારતા હોય છે. ત્યારે ક્યાં ફરવા જવું તેને લઈને અનેક મૂંઝવણો ઉભી થતી હોય છે.ગુજરાતની નજીક આવેલું એક સુંદર હીલ સ્ટેશન પર તમે વેલેન્ટાઈનડે ની ઉજવણી કરી શકો છો.

1 / 5
વેલેન્ટાઈન દિવસને યાદગાર બનાવવા માટે તમે ગુજરાતથી નજીક આવેલા હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો. મહારાષ્ટ્રમાં આવેલા મહાબળેશ્વરની મુલાકાત લઈ શકો છો. આ હિલ સ્ટેશન ખૂબ જ રોમેન્ટીક સ્થળોમાંથી એક છે. તમે અહીં ગુજરાતથી પુણા સુધી ટ્રેન,ફ્લાઈટ મારફતે પહોંચી શકો છે. ત્યાંથી બસમાં મહાબળેશ્વર સુધી પહોંચી શકો છો.

2 / 5
મહાબળેશ્વરમાં તમે પ્રતાપગઢની મુલાકાત લઈ શકો છો. તે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જોવા મળે છે. આ કિલ્લો જોવાની એન્ટ્રી ફી 25 રુપિયા છે. ત્યારબાદ તમે મેપ્રો ગાર્ડનની મુલાકાત લઈ શકો છો. તેમજ મેપ્રો ગાર્ડન ખાતે તમે જમી શકો છો.

3 / 5
મહાબળેશ્વરમાં આવેલુ વેન્ના લેક, વિલ્સન પોઈન્ટની મુલાકાત લઈ શકો છો. તેમજ  એલીફન્ટ પોઈન, આર્થરની સાઈટ, લિંગમાલા વોટરફોલ અને સનસેટ પોઈન્ટની મુલાકાત લઈ શકો છો.

4 / 5
તમે મહાબળેશ્વરથી આશરે 30 મીનીટના અંતરે આવેલા પંચગનીની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમે ટેબલ લેન્ડ, સિડની પોઈન્ટ સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ તમે પંચગની માર્કેટમાં શોપિંગ કરી શકો છો. તમે ત્યાંથી મહાબળેશ્વર પરત ફરી શકો છો.

5 / 5
પંચગનીથી મહાબળેશ્વર આવ્યા બાદ બીજા દિવસે તમે વેન્ના લેક પાસે મોર્નિંગ વોક કરી શકો છો. ત્યારબાદ તમે ટેક્સી અથવા બસ દ્વારા પુણે પરત ફરી ત્યાંથી તમે ઘરે પરત આવી શકો છો.

Published On - 11:06 am, Sat, 8 February 25

Next Photo Gallery