જો તમે 5 દિવસમાં સૌરાષ્ટ્રના મહત્વના સ્થળો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને જણાવીશું કે, ઓછા બજેટમાં તમે સૌરાષ્ટ્રના ફરવા લાયક સ્થળો ફરી શકો છો.આ ટુરમાં તમે સૌરાષ્ટ્રના મુખ્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકો છો.
.આ ટુરમાં તમે સૌરાષ્ટ્રના મુખ્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકો છો.
રંગીલા રાજકોટથી સૌરાષ્ટ્ર પ્રવાસ તમારો શરુ થશે.રાજકોટ સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મુખ્ય શહેર છે. અહિ તમે કીર્તિ મંદિર,પ્રદ્યુમન પાર્ક,કબા ગાંધીનો ડેલો,શ્રી રામકૃષ્ણ આશ્રમ સહિત તમે રાજકોટમાં શોપિંગ માટે બજારમાં પણ જઈ શકો છો.
બીજા દિવસે તમારે રાજકોટથી દ્વારકા જવાનું રહેશે. રાજકોટથી દ્વારકાની મુસાફરી અંદાજે 225 કિમીની રહેશે.દ્વારકાધીશમાં ભગવાન શ્રી કૃષ્ણનું મુખ્ય મંદિર છે, અહીંનું ધાર્મિક પર્યટન એક વિશેષ અનુભવ આપશે.બેટ દ્વારકાઃ દ્વારકા નજીક આવેલું આ મંદિર દરિયા કિનારે આવેલું છે, જે ધાર્મિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. રાજકોટથી દ્વારકા તમે ટ્રેન કે બસમાં પણ જઈ શકો છો.
પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ છે, અહિ તમે ચોથા દિવસે પ્લાન બનાવી શકો છો.સોમનાથ થી પોરબંદર જર્ની અંદાજે 120 કિમીની રહેશે.ગાંધીજીનું જન્મસ્થળ, પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લો.કીર્તિ મંદિર તેમજ અહિ તમે લોકલ ફુડનો આનંદ માણી શકો છો.
સોમનાથ દરિયાકિનારા અને ધાર્મિક સ્થળો પર ત્રીજા દિવસે પ્રવાસ કરવાનો રહેશે.દ્વારકા થી સોમનાથ યાત્રા લગભગ 230 કિમી દુર છે.સોમનાથ મંદિર મુખ્ય જ્યોતિર્લિંગ છે, જે શિવ ભક્તો માટે પવિત્ર સ્થળ છે.અહીં તમે દરિયા કિનારે આનંદ માણી શકો છો.
છેલ્લા અને પાંચમાં દિવસે તમારે કચ્છની મુલાકાત લેવાની રહેશે. પોરબંદરથી કચ્છની સફર લગભગ 250 કિમીની રહેશે.કચ્છના રણની સુંદરતાનો અનુભવ કરો, ખાસ કરીને 'રણ ઉત્સવ' દરમિયાન અહિ તમને ખુબ મજા આવશે.ભુજમાં કચ્છની લોક કલા, હસ્તકલાની મુલાકાત લો. સૌરાષ્ટ્રના મુખ્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ તમારી ટ્રિપ યાદગાર બની જશે.