સોમનાથ મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોર્તિર્લિંગ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે અમદાવાદથી સોમનાથ કેવી રીતે જઈ શકશો.
અમદાવાદથી સોમનાથ જવા માટે તમે બસ, ટ્રેન, કાર સહિતના વાહનનો ઉપયોગ કરી શકો છો. તમે સોમનાથ પહોંચી પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શકો છો.
આધ્યાત્મિક વાતાવરણ અને મંદિરની દૈવી ઉર્જાનો અનુભવ કરવા માટે સાંજની આરતીનો લાભ લઈ શકો છો. મંદિરની મુલાકાત બાદ તમે સોમનાથ બીચ પર ફરી શકો છો.
સોમનાથ બીચ પર શાંતિપૂર્ણ સાંજની મજા માણી શકો છો. ત્યારે બાદ તમે રાત્રિ રોકાણ કરી કરી શકો છો. બીજા દિવસે તમે પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. ભગવાન કૃષ્ણએ આ જગ્યા પર જ અંતિમ શ્વાસ લીધો હતો.
ત્યારબાદ તમે સોમનાથથી અમદાવાદ પરત ફરી શકો છો. જો તમે શિવરાત્રિ પર સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જવા માગતા હોવ તો તમને ભારે ભીડનો સામનો કરવો પડશે.