હવે તમારા ખર્ચ વિવરણ પર નજર કરવામાં આવે તો, બે લોકો માટે ફ્લાઇટ રાઉન્ડ ટ્રીપ ₹30,000 માં અમદાવાદથી બેંગકોક માટે, વિઝા ફી, ₹8,000 આરાઇવલ વિઝા, (2 વ્યક્તિઓ માટે). બજેટ હોટેલ્સના ભાવ ₹3,000/રાત એટલે (3 રાત = ₹9,000). ફૂડ ₹1,500/દિવસ (4 દિવસ = ₹6,000) થશે. સ્થાનિક પરિવહન ₹3,000 જેમાં સ્થાનિક બસ, ટુક-ટુક અને ટ્રેનનો સમાવેશ થાય છે. જોવાલાયક સ્થળો અને એક્ટિવિટી ₹8,000 જેમાં કોરલ આઇલેન્ડ ટુર, ગ્રાન્ડ પેલેસ, રિવર ક્રૂઝ વગેરેનો સમાવેશ થાય છે. સિમ કાર્ડ અને અન્ય ખર્ચની વાત કરવામાં આવે તો ₹ 2,000 સિમ કાર્ડ, ઇન્ટરનેટ અને અન્ય નાની ખરીદીનો ખર્ચ થશે. એટલે કે કુલ ખર્ચ ₹66,000 બજેટ થશે. બાકીના ₹34,000 વધારાના ખર્ચ અથવા અપગ્રેડ હોટેલ કે એક્ટિવિટી માટે થાય છે.