મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનું દર્શનનું આગવુ મહત્ત્વ છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મહાદેવની દર્શન કરવા જઈ શકો છો. આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તમે બસ, ટ્રેન અથવા ખાનગી કાર મારફતે મંદિર પહોંચી શકો છો.
નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ત્યારે નાસિક પહોંચી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન કરી શકો છો. મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે.
ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવેલી નથી. પરંતુ જો તમે ત્યાં વિશેષ પ્રકારની પૂજા કરાવવા માગતા હોવ તો મંદિરના ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલી રકમ ચુકવવી પડશે.
તમે ત્ર્યંબકેશ્વર મંદિરમાંથી દર્શન કરી તમે પાંડવ લેની ગુફાઓની મુલાકાત લઈ શકો છો. આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ ખડકમાંથી કોતરેલી ગુફાઓ છે. આ ઉપરાંત તમે સપ્તશ્રૃંગી મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.
જો તમારા પાસે વધારે સમય હોય તો તમે શનિદેવ, શિંગણાપુર મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ મંદિરની આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ તાળા લગાવતા નથી.
Published On - 10:40 am, Sun, 23 February 25