Travel With Tv9 : વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આ સ્થળોને જોવાનું ભૂલતા નહીં, જુઓ ફોટા
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલા પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે જો તમે અમદાવાદનો એક દિવસની મુલાકાત માટે આવતા હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
1 / 6
અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત તમે લઈ શકો છો. સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે. આ આશ્રમમાં મહાત્મા ગાંધીની વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે. તેને જોઈ શકો છો.
2 / 6
તમે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લઈ શકો છો. આ સ્મારક સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો ઈતિહાસ અને સ્વંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનનો પરિચય આપે છે.
3 / 6
અમદાવાદમાં આવેલી અને ભારતભરમાં પ્રસિદ્ધ અડાલજની વાવની મુલાકાત લઈ શકો છો. આ વાવ 5 માળની છે. વાવની અદભૂત કોતરણી મન મોહી લે છે.
4 / 6
તમે એક દિવસનો પ્રવાસ કરી રહ્યાં છો ત્યારે તમારે કાંકરિયા તળાવની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીં, બોટિંગ, પ્રાણી સંગ્રહાલય સહિત વિવિધ મનોરંજનના વિકલ્પો છે.
5 / 6
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ સૌથી સુંદર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. જે 15મી સદીમાં બનાવેલી છે. આ મસ્જિદની સ્થાપત્ય ઈન્ડો મુસ્લિમ શૈલીમાં બનાવવામાં આવેલું છે.
6 / 6
અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાની મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો 16મી સદીમાં બનાવવામાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. ત્યાં નજીકમાં ભદ્રકાળીમાતાના મંદિરમાં દર્શન પણ કરી શકો છો.