
આપણા ગુજરાતીઓની આદત છે કે, ગુજરાત નહિ પરંતુ એક સીટrથી બીજા સીટી પર જાય તો પણ તેઓ ખરીદી પહેલા કરે છે. તો હવે તમે દુબઈ જઈ રહ્યા છો તો તમે ખરીદીમાં ₹10,000નો ખર્ચ કરી શકો છો. જો તમારી ખરીદી વધી પણ શકે તો વિદેશ પ્રવાસ થોડો મોંઘુ પણ બની શકે છે.

ગુજરાતથી દુબઈમાં જવા તમે અમદાવાદથી દુબઈની ફ્લાઈટ (અંદાજે 3-4 કલાક)માં પહોંચાડી દેશે. ત્યારબાદ બપોર હોટેલમાં ચેક-ઇન અને આરામ કરો. સાંજે: દુબઈ મરિના વોકની મુલાકાત લો અને વોટરફ્રન્ટ રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કરો. ખાસ કરીને દુબઈની વાનગીઓનો સ્વાદ માણવાનું ભુલતા નહિ.

ત્રીજા દિવસે જૂના દુબઈ અને દરિયાકિનારાની મુલાકાત લો. સવારે: ગોલ્ડ સોક અને સ્પાઈસ સોકની મુલાકાત લો. દુબઈ ક્રીક પર અબ્રા (વોટર ટેક્સી) રાઈડ લો. બપોર: જુમેરાહ બીચ અથવા લા મેર બીચ પર જવુ. સાંજે: બુર્જ અલ આરબના દૃશ્ય સાથે સ્થાનિક રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કરો.

દિવસ 4 સવાર: દુબઈ ફ્રેમ પર જાઓ અને જૂના અને નવા દુબઈના મનોહર દૃશ્યનો આનંદ માણો.બપોર: દેરા સિટી સેન્ટર અથવા દુબઈ ફેસ્ટિવલ સિટીમાં ખરીદી કરી લો. સાંજે: હોટેલમાંથી ચેક આઉટ કરી અમદાવાદની ફ્લાઈટ પકડી લો. વિદેશ જઈ રહ્યા છો તો પાવર બેંક તેમજ જરુરી વસ્તુઓ બેગમાં જરુર પેક કરી લેજો.
Published On - 5:08 pm, Mon, 30 December 24