
અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત તમે લઈ શકો છો. સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે. આ આશ્રમમાં મહાત્મા ગાંધીની વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે. તેને જોઈ શકો છો.

અમદાવાદમાં આવેલી અને ભારતભરમાં પ્રસિદ્ધ અડાલજની વાવની મુલાકાત લઈ શકો છો. આ વાવ 5 માળની છે. વાવની અદભૂત કોતરણી મન મોહી લે છે.

તમે એક દિવસનો પ્રવાસ કરી રહ્યાં છો ત્યારે તમારે કાંકરિયા તળાવની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીં, બોટિંગ, પ્રાણી સંગ્રહાલય સહિત વિવિધ મનોરંજનના વિકલ્પો છે.

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ સૌથી સુંદર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. જે 15મી સદીમાં બનાવેલી છે. આ મસ્જિદની સ્થાપત્ય ઈન્ડો મુસ્લિમ શૈલીમાં બનાવવામાં આવેલું છે.

અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાની મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો 16મી સદીમાં બનાવવામાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. ત્યાં નજીકમાં ભદ્રકાળીમાતાના મંદિરમાં દર્શન પણ કરી શકો છો.