Gujarati News Photo gallery Travel tips You wont believe but snowfall also happens in this place of Rajasthan make a plan quickly Photos
Travel tips: ઓછા બજેટમાં પણ સ્નોફોલની મજા માણવી હોય તો પહોંચી જાઓ માઉન્ટ આબુ- Photos
જો તમને લાગતુ હોય કે રાજસ્થાનમાં સ્નોફોલ નથી થતુ તો આ આપની માન્યતા ખોટી છે. આજે અમે આપને રાજસ્થાનના હિલ સ્ટેશન વિશએ જણાવશુ. જ્યાં કડકડતી ઠંડી પડી રહી છે અને તાપમાનનો પારો ઘટીને 1.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. ટુરિસ્ટ અહીં સ્નોફોલનો આનંદ લઈ રહ્યા છે.
1 / 7
જો તમે હિલ સ્ટેશન પર જવાનું આયોજન કરી રહ્યા છો તો તમારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ જઈ શકો છે. લેટેસ્ટ મળતી જાણકારી અનુસાર અહીં આ સમયે એકદમ ઠંડીની મૌસમ ચાલી રહી છે. તાપમાન પણ 1 ડિગ્રી આસપાસ પહોંચી ગયુ છે. એવામાં આપ ઠંડીનો લુત્ફ પણ ઉઠાવી શકો છો. હાલ પહાડી વિસ્તારમાં જવાનું વિચારી રહ્યા હો તો માઉન્ટ આબુ બેસ્ટ ઓપ્શન રહેશે. એટલુ જ નહીં રાજસ્થાનનું આ હિલસ્ટેશન બજેટ ફ્રેન્ડલી પણ છે. આવો જાણીએ ઠંડી દરમિયાન અહીં ક્યા ક્યા પ્લેસને એક્સપ્લોર કરી શકાય છે.
2 / 7
હજુ શનિવારે જ માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી નોંધાયુ અને ઓછા તાપમાનને કારણે માર્ગો પર બરફની ચાદર છવાઈ ગઈ. જેના કારણે માર્ગો ચીકણા થઈ ગયા. દુર્ઘટનાથી બચવા માટે વાહનો સાવચેતીથી ચલાવવાની સલાહ આપવામાં આવી. જો કે વાતાવરણમાં થયેલા પરિવર્તનને કારણે માઉન્ટ આબુનું વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયુ અને ટુરિસ્ટ્સ અહીં ઠંડીનો આનંદ લઈ રહ્યા આવી રહ્યા છે.
3 / 7
જો આપ એવુ માનતા હો કે રાજસ્થાનમાં બરફ નથી પડતો તો એવુ બિલકુલ નથી. આપને જાણીને નવાઈ લાગશે માઉન્ટ આબુમાં પણ સ્નોફોલ થયો અને ટુરિસ્ટ્સે તેનો ભરપૂર આનંદ પણ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડી હવાઓની અસર જોવા મળી રહી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત જિલ્લાભર કડકડતી ઠંડી પડી રહી છે. જો આપ ત્યાં ફરવા જવાનુ વિચારી રહ્યા છો તો ગરમ કપડા લેવાનું બિલકુલ ન ભૂલશો.
4 / 7
સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બંનેની સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવા માટે રાજસ્થાન સરકારે એડવાઈઝરી જારી કરી છે અને તમામ લોકોને ઠંડી દરમિયાન કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડા અને ધાબળા વિતરણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જણાવી દઈએ કે માઉન્ટ આબુ તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે દેશ અને દુનિયામાં ઘણુ પ્રખ્યાત છે. દર વર્ષે અહીં હજારો ટુરિસ્ટ્સ ફરવા માટે આવે છે.
5 / 7
માઉન્ટ આબુ અરવલ્લીની પવર્ત શૃંખલાઓ વચ્ચે આવેલુ છે. એવામાં અહીં ફેમસ ટુરિસ્ટ પ્લેસિસ છે. જો આપ ત્યાં જવાનુ પ્લાન કરો તો દેલવાડાનું જૈન મંદિર જોવાનું ન ચૂકશો. તમે માઉન્ટ આબુમાં અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલુ નખી લેકને પણ એક્સપ્લોર કરી શકો છે. આ રાજસ્થાનનું સૌથી ઉંચુ ઝરણુ છે. આ સાથે જ આપ સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર, અચલગઢનો કિલ્લો પણ જોઈ શકો છો.
6 / 7
જો તમે અહીં ટ્રેન દ્વારા આવો છો, તો માઉન્ટ આબુ રોડ મુખ્ય શહેરથી માત્ર 28 કિમી દૂર નજીકનું રેલ્વે સ્ટેશન છે, જે ન્યુ દિલ્હી, અમદાવાદ, જયપુર અને મુંબઈ સાથે રેલવે દ્વારા ખૂબ જ સારી રીતે જોડાયેલ છે. રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી, તમે માઉન્ટ આબુ પહોંચવા માટે ખાનગી કાર/ટેક્સી બુક કરી શકો છો.
7 / 7
જો તમે ફ્લાઇટ દ્વારા માઉન્ટ આબુ આવવાનું વિચારી રહ્યા છો, તો સૌથી નજીક ઉદયપુર ઍરપોર્ટ છે, જે 185 કિમીના અંતરે છે. જે પછી તમે અહીં આવવા માટે કાર/ટેક્સી બુક કરી શકો છો. માઉન્ટ આબુ દેશના મોટા શહેરો સાથે સડક દ્વારા સારી રીતે જોડાયેલ છે, નજીકમાં નેશનલ હાઈવે 14 માત્ર 24 કિમીના અંતરે છે.
Published On - 2:50 pm, Sun, 22 December 24