
નવરાત્રિમાં ગુજરાતના મંદિરો અને પંડાલોમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે.(photo : GujaratTourism)

આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.

જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે અંબાજી મંદિરથી અંદાજે 186 કિલોમીટર દુર છે.

જો તમારે બાઈક લઈને કે પોતાની પર્સનલ કાર લઈને અંબાજી મંદિર જવું છે. તો અમદાવાદ અહિથી 185 કિલોમીટર દુર છે. આ સિવાય આબુ રોડ સ્ટેશન અહિથી 20 કિલોમીટર, માઉન્ટ આબુ 45 કિલોમીટર,પાલનપુર 45 કિલોમીટર અને દિલ્હીથી 700 કિલોમીટર દુર હોય છે. આ શહેરોમાંથી તમે બાય રોડ પણ જઈ શકો છો.