Travel Tips : મથુરા વૃંદાવનના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે

|

Jul 24, 2024 | 4:51 PM

ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલ મથુરા અને વૃંદાવન ઉત્તરપ્રદેશના 2 મુખ્ય ધાર્મિક સ્થળમાંથી એક છે. આ બંન્ને શહેરમાં અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જ્યાં દરરોજ ભક્તોની ભીડ જોવા મળે છે. આજે તમને કેટલાક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભક્તોની ભીડ વધુ હોય છે.

1 / 6
 મથુરા અને વૃંદાવન ઉત્તરપ્રદેશના 2 મુખ્ય ધાર્મિક સ્થળો છે. જે ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલ છે. આ બંન્ને સ્થળો પર ધાર્મિક અને સાંસ્કૃતિક દષ્ટિથી મહ્તવપૂર્ણ છે. આ ભારતના ફેમસ તીર્થ સ્થળોમાંથી એક છે. જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે.

2 / 6
બાંકે બિહારી મંદિર જે ભગવાન કૃષ્ણનું બાળ રુપ દર્શાવે છે. અહિ ભગવાન કૃષ્ણની મુખ્યમૂર્તિ  પણ ખુબ જ સુંદર છે. ભક્તોને પણ ખુબ પ્રિય છે. આ મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.ખાસ કરીને જન્માષ્ટમી અને હોળ દરમિયાન અહિ ઉત્સવ પણ મનાવવામાં આવે છે.

3 / 6
 મથુરાનું સૌથી પવિત્ર મંદિરમાંથી એક છે દ્વારકાધીશ મંદિર જે વાસ્તુકલા અને ચિત્રકલા માટે આખા દેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિર પણ ભગવાન કૃષ્ણના સ્વરુપને સમર્પિત છે. આ મંદિરની વાસ્તુકલા અને મૂર્તિઓની સુંદરતા અદ્દભૂત છે.

4 / 6
આ મંદિર ભગવાન રાધાકૃષ્ણને સમર્પિત છે. મંદિરનું સૌંદર્ય અને અહિનો લાઈટિંગ શો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મંદિરમાં રાધા-કૃષ્ણ અને રામ-સીતાની મૂર્તિઓ છે. તો તમે મથુરા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પ્રેમ મંદિરની મુલાકાત પણ જરુર લો.

5 / 6
આ એ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણએ જન્મ લીધો છે. મથુરાના મંદિરોમાં આ સૌથી લોકપ્રિય મંદિર છે.આ મંદિરનો સૌથી આકર્ષક મંદિર ભાગ એ નાની જેલ છે જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. તે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. અહીં સફેદ આરસના પથ્થરમાંથી બનેલી કૃષ્ણની ખૂબ જ સુંદર મૂર્તિ છે, જેના દર્શન માટે ભક્તોની ભીડ જામે છે.

6 / 6
આ મંદિર ભગવાન કૃષ્ણના રાધા રમણ સ્વરૂપને સમર્પિત છે. આ મંદિર અને તેની મૂર્તિ ખૂબ જ પ્રાચીન અને આકર્ષક છે. અહીંની આરતી અને ભજન સાંજે ભક્તોને આકર્ષે છે.

Next Photo Gallery