Travel tips : ભારતના આ હિલ સ્ટેશન પર કાર લઈ જવા પર પ્રતિબંધ, તેમ છતાં હોય છે ભીડ જુઓ ફોટો

|

Aug 26, 2024 | 2:29 PM

આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ સોમવારના રોજ મનાવવામાં આવશે. ત્યારે જો તમે શનિ, રવિ અને સોમવારની રજાનો પુરેપુરો ફાયદો લેવા માંગો છો, તો આ વીકએન્ડ પર તમે 3 દિવસમાં પરિવાર તેમજ મિત્રો સાથે આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 7
જો તમે તમારા મિત્રો સાથે ટ્રેકિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ જગ્યાએ આવી શકો છો. જો તમારે ટ્રેકિંગ ન કરવું હોય તો તમે ઘોડો અથવા નેરલ-માથેરાન ટોય ટ્રેન લઈ શકો છો.

2 / 7
મહારાષ્ટ્રમાં આવેલું માથેરાન એક નાનકડું હિલ સ્ટેશન છે. જે સમુદ્રથી 2600 ફીટ ઉંચાઈ પર આવેલું છે. અહિ લુઈસા પોઈન્ટ, શાર્લોટ પોઈન્ટ, મંકી પોઈન્ટ, વન ટ્રી પોઈન્ટ આ બધા માથેરાનના લોકપ્રિય ટ્રેકિંગ પોઈન્ટમાંથી એક છે. પેનોરમા પોઈન્ટ, સનરાઈઝ, સનસેટ પોઈન્ટ પણ ખુબ જ ફેમસ છે.

3 / 7
અહિ તમને રસ્તામાં અનેક સુંદર ઝરણા પણ જોવા મળશે.માથેરાન સૌથી ફેમસ પર્યટન સ્થળોમાંથી એક છે.આ સ્ટેશન સુધી પહોંચવા માટે અમુક કિલોમીટર અગાઉથી કારમાંથી નીચે ઉતરવું પડે છે.

4 / 7
માથેરાનને પોલ્યૂશન ફ્રી હિલ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારી પ્રાઈવેટ કે કોઈ પણ કાર પર પ્રતિબંધ હોવાના કારણે અહીં પોલ્યૂશન થતું નથી.

5 / 7
જો તમે માથેરાન જવાનો પ્લાન બનાવી લીધો છે, તો તમને એ પણ જણાવી દઈએ કે, અહિ તમારે ટ્રેકિંગ કરવાનું રહેશે. તેમજ અહિ તમને ઘોડા, તેમજ હાથથી ખેચવાની રિક્ષા  પણ મળી રહેશે. પરંતુ બેસ્ટ પ્લાન એ રહેશે કે, તમે પગપાળા  જઈ હિલ સ્ટેશનનો આનંદ મેળવો,

6 / 7
જો તમે પણ માથેરાન જવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે, મુંબઈથી માથેરાન જવા માટે તમારે મુંબઈથી નરેલ સ્ટેશન જવાનું રહેશે. અહિથી તમને ટોય ટ્રેન મળી રહેશે. તેમજ કેબ પણ મળશે. જે અંદાજે 22 કિલોમીટરની સફર કરાવી તમને માથેરાન પહોંચાડશે.

7 / 7
 તમને જણાવી દઈએ કે માથેરાનનું સૌથી નજીકનું એરપોર્ટ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીંથી તમે ટેક્સી દ્વારા માથેરાન પહોંચી શકો છો. એરપોર્ટથી માથેરાન પહોંચવામાં લગભગ 1 કલાક જેટલો સમય લાગે છે.

Published On - 4:11 pm, Tue, 20 August 24

Next Photo Gallery