
ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જ્યાં તમે એશિયાઇ સિંહ જોઈ શકશો. જે ગીર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર નેશનલ પાર્ક ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે. અહિ તમે જંગલ સફારીની પણ મજા માણી શકો છો.

સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગમાંથી એક છે.સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું ભવ્ય મંદિર છે. તમે આજબાજુના સ્થળો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર થયો છે. વર્ષ 2013માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ધોષિત કરવામાં આવ્યું છે. દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખુબ સુંદર કોતરણી વાળું છે.