
ઘણા લોકો લગ્ઝરી મુસાફરી કરવા માંગે છે. આવી સ્થિતિમાં, તમે કારવાં ટુરિઝમ દ્વારા ઘર જેવી સુવિધા મેળવી શકો છો. તમારે અહી હોટલ, હોમ સ્ટે કે પછી કોઈ ધર્મશાળામાં રોકાવવાની જરુર પડશે નહી

આ બસમાં એક લગ્ઝરી બેડરૂમ હોય છે. તમે ખુરશી પર સૂઈને કે બેસીને મુસાફરી કરી શકો છો. બસમાં જ તમારા માટે શાવરથી લઈને દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમાં એક રસોડું પણ હોય છે, જ્યાં તમે તમારા સ્વાદ અનુસાર ભોજન તૈયાર કરી શકો છો.

કારવાં ટુરિઝમ માટે બસનું પાર્કિંગ શહેરના ભીડવાળા વિસ્તારોમાં નહી પરંતુ એકાંત શાંત અને પ્રકૃતિના ખોળે રાખવામાં આવે છે.ગુજરાતમાં કારવાં ટુરિઝમના વિકાસ માટેનું ટેન્ડર હવે લાઇવ થયું છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત ટુરિઝમે 29 સ્થળોને કારવાં ટુરિઝમ જાહેર કર્યા છે. જેમાં બીચથી લઈ જંગલો, તેમજ હિલ સ્ટેશન જેવા સ્થળો પર તમે ભરપુર આનંદ માણી શકો છો.આ પહેલનો ઉદ્દેશ્ય રાજ્યભરમાં અનુભવલક્ષી મુસાફરીને પ્રોત્સાહન આપવાનો છે. ( photo : canva/Gujarat Tourism)