
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

તમે ગુજરાતમાં બાળકોને અહીં લઈ જઈ શકો છો. સાયન્સ સિટી ગુજરાતના એવા પર્યટન સ્થળોમાંનું એક છે જે શિક્ષણ અને મનોરંજનનું મિશ્રણ છે.

ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. ગુજરાત સાયન્સ સિટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના મે 2001માં થઈ છે જે શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી છે. ગુજરાત સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક, ઈલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, 3-D આઈમેક્સ થિયેટર, મ્યૂઝિકલ ફુવારા, ઉર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટર વગેરે સુવિધાઓ મળે છે.