Travel tips : ભારતના આ 4 સ્થળો રિવર રાફ્ટિંગ માટે ફેમસ છે, એક અમદાવાદની બાજુમાં જ આવેલું છે
જો તમે રજાઓમાં પરિવાર કે પછી ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તેમજ તમારા સર્કલમાં જો તમામ લોકોને રિવર રાફટિંગ કરવું હોય તો આજે અમે તમને કેટલાક એવા સ્થળ વિશે જણાવીશું, જ્યાં તમે રિવર રાફ્ટિંગની મોજ માણી શકો છો.
1 / 5
સામાન્ય રીતે તો રિવર રાફટિંગની સાચી મજા ઉનાળામાં આવે છે. આજકાલ લોકો એડવેન્ચર કરવાનું ખુબ પસંદ કરે છે. તો તમારે પણ એક વખત રિવર રાફટિંગની મજા જરુર લેવી જોઈએ. તમે પરિવાર સાથે રજાઓમાં રિવર રાફ્ટિંગની મજા લઈ શકો છો.
2 / 5
ઉતરાખંડના ઋષિકેશમાં આમ તો ધાર્મિક સ્થળનું પ્રતિક માનવામાં આવે છે, પરંતુ આ સ્થળ રિવર રાફ્ટિંગ માટે પણ ફેમસ છે, અહિ દર વર્ષે વિદેશથી હજારો લોકો ફરવા માટે આવે છે. રાફ્ટિંગ દરમિયાન તમે અનેક એડવેન્ચરનો અનુભવ કરવા મળશે.
3 / 5
કુર્ગ કર્ણાટકનું એક સુંદર સ્થળ છે. અહિ કોફીના બગીચાઓ આવેલા છે. તમે બારાપોલ નદી પર રાફ્ટિંગ કરી એક અલગ જ અનુભવ લઈ શકો છો. વાદળોથી ઢંકાયેલા પહાડોની વચ્ચે રિવર રાફ્ટિંગ કરવાની મજા કાંઈ અલગ જ હશે.
4 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ તમે રિવર રાફ્ટિંગની મજા માણી શકો છે. અહિ એડવેન્ચરના શૌખીનો રિવર રાફ્ટિંગની મજા માણી શકે છે. અહિ રિવર રાફ્ટિંગ માટે 5 કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.
5 / 5
લદ્દાખ આમ તો રાઈડર માટે ફેવરિટ સ્થળ માનવામાં આવે છે. અહિની સુંદરતા તમારું મન મોહી લેશે.લદ્દાખમાં વહેતી જંસ્કાર નદી પર રાફ્ટિંગ કરવાની મજા જ કાંઈ ઔર છે. ઠંડા પાણીમાં રિવર રાફ્ટિંગ રોમાંચક હોય છે.