
જુનાગઢ શહેરથી ભવનાથ 7 કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં ભવનાથ મંદિર આવેલું છે, શ્રાવણ મહિના તેમજ મહાશિવરાત્રી અને પરિક્રમા દરમિયાન અહી ભક્તોની ખુબ ભીડ જોવા મળે છે.

ગુજરાતમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેનો અભિષેક ખુદ સમુદ્ર કરે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગાંધીનગરથી લગભગ 175 કિમી દૂર છે.આ મંદિર વડોદરાથી 85 કિમી દૂર જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં છે.મંદિર સુધી પહોંચવા માટે ઘણી બસો અને અન્ય તમારી પ્રાઈવેટ કાર લઈને પહોંચી શકો છે.

ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે.સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી વડોદરા છે તથા અમદાવાદ એરપોર્ટ 90 કિમી દુર આવેલું છે. નડીયાદ અને આણંદ સૌથી નજીકના રેલ્વે સ્ટેશન છે. જે આણંદથી 51 કિ.મી. અને નડીયાદ થી 50 કિ.મી. દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદથી પણ મળી જશે.