
જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય ગુજરાતના પાલનપુરથી 45 કિમી દૂર આવેલું છે.જેસોર ટેકરી ગુજરાતનું બીજું સૌથી ઊંચું શિખર છે અને અભયારણ્ય સ્લોથ રીંછની વસ્તી માટે જાણીતું છે. જો તમે પણ બનાસકાંઠા જઈ રહ્યા છો, તો એક વખત જેસોર રીંછ અભયારણની એક વખત મુલાકાત લેતા આવજો. આ અભ્યારણ રીંછ માટે જાણીતું છે. પાલનપુર થી 35 કિમી દુર આવેલું છે અને ટ્રેન અને બસ પણ તમે જઈ શકો છો.

અંબાજી સિવાય બનાસકાંઠામાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે, બલરામપુરનો બાલરામ પેલેસ રિસોર્ટ,સ્લોથ રીંછ અભયારણ્ય અને કેદારનાથ મહાદેવ મંદિર (પાલનપુરથી 32 કિ.મી.) એક ધાર્મિક સ્થળ આવેલ છે. તેમજ સ્લોથ રીંછ અભયારણ્ય માટે પણ પ્રસિદ્ધ છે. તમે ગબ્બર પણ જઈ શકો છો, અહિ તમે રોપવેમાં બેસવાનો આનંદ લઈ શકો છો.
Published On - 5:58 pm, Wed, 30 October 24