
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન: IOCL ભારતની સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપની છે. તેની 11 રિફાઇનરીઓની કુલ ક્ષમતા 80.8 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે, જે દેશના રિફાઇનિંગ સેક્ટરનો લગભગ 31 ટકા હિસ્સો ધરાવે છે.

કંપની પાસે સૌથી મોટું પાઇપલાઇન નેટવર્ક પણ છે, જે 20,000 કિમીમાં ફેલાયેલું છે. આ મજબૂત નેટવર્ક ઉત્પાદન ખર્ચ ઘટાડે છે અને માર્જિનમાં વધારો કરે છે. કંપનીની પાસે 40,000 થી વધુ પેટ્રોલ પંપ, 13000 LPG ડિસ્ટ્રિબ્યુટર અને 6000 એવિએશન ફ્યુઅલ સ્ટેશન છે. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 9 ટકાનો ટોપલાઇન CAGR અને 23 ટકાનો નફો CAGR નોંધાવ્યો છે. જો કે, ROE થોડો ઓછો એટલે કે 13 ટકા રહ્યો છે.

હાલમાં કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 1.95 ટકા છે, જે સામાન્ય કરતા ઓછી છે. આનું મુખ્ય કારણ નાણાકીય વર્ષ 2025 માં સરકારે LPG સબસિડી ચૂકવી નથી અને કંપનીના નફામાં થોડો ઘટાડો નોંધાયો છે. જો કે, જ્યારે સરકાર તરફથી સબસિડી મળવા લાગે અને નવા પ્રોજેક્ટ્સમાંથી કેશ ફ્લો આવવા લાગે છે (નાણાકીય વર્ષ 26-નાણાકીય વર્ષ 27 પછી), ત્યારે ડિવિડન્ડમાં વધારો થવાની ખાતરી રહે છે.

કેસ્ટ્રોલ ઇંડિયા: કેસ્ટ્રોલ ઇન્ડિયા એક એવી કંપની છે કે, જે ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રિયલ લુબ્રિકન્ટ્સનું ઉત્પાદન કરે છે. કેસ્ટ્રોલ ઇંડિયા ભારતમાં ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રિયલ લુબ્રિકન્ટ્સ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવે છે.

વ્હીલ્સ સેગમેન્ટમાં પેસેન્જર કાર, બાઇક અને ટ્રક માટે કેસ્ટ્રોલ એજ, મેગ્નેટેક અને CRB ટર્બોમેક્સ+ જેવી લુબ્રિકન્ટ્સ ઉપલબ્ધ છે. આ સિવાય કંપની વિંગ્સ સેગમેન્ટ મરીન, સ્ટીલ, માઇનિંગ, એરોસ્પેસ, સિમેન્ટ અને રેલવે જેવા ઉદ્યોગો માટે ખાસ ટેકનિકલ લુબ્રિકન્ટ્સ ઓફર કરે છે.

કેસ્ટ્રોલે છેલ્લા 5 વર્ષમાં 7% નો ટોપલાઇન CAGR અને 2% નો નફો CAGR હાંસલ કર્યો છે. નફામાં વૃદ્ધિ ધીમી હોવા છતાં કંપનીનો ROE 44% રહ્યો છે અને બીજું કે, કંપની પર કોઈ દેવું નથી. કંપનીએ છેલ્લા 10 વર્ષોમાં પોતાની આવકનો સરેરાશ 70% હિસ્સો ડિવિડન્ડ ભાગે વહેંચ્યો છે. હાલમાં, ડિવિડન્ડ યીલ્ડ 5.85% છે. કંપની હવે ડેટા સેન્ટર કૂલિંગ સોલ્યુશન્સ જેવા નવા અને ઝડપથી વિકસતા બજારમાં પ્રવેશ કરી રહી છે, જ્યાં આગામી 10 વર્ષમાં સારી એવી વૃદ્ધિની અપેક્ષા છે.

આઇશર મોટર્સ લિમિટેડ: આઇશર મોટર્સ લિમિટેડ ઓટોમોબાઇલ વ્યવસાયમાં એક અગ્રણી કંપની છે, જે મુખ્યત્વે મોટરસાયકલ અને કોમર્શિયલ વાહનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની તેના ફેમસ રોયલ એનફિલ્ડ બ્રાન્ડ માટે જાણીતી છે અને ભારત સહિત ઘણા આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની હાજરી મજબૂત છે.

નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2024 વચ્ચે કંપનીની આવકમાં 59 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ મોટરસાઇકલના વેચાણમાં 52% નો વધારો અને દરેક મોટરસાઇકલની સરેરાશ કિંમતમાં 5% નો વધારો છે, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 1,68,081 થી વધીને નાણાકીય વર્ષ 2024માં રૂ. 1,76,152 થયો છે.

હવે જો કંપનીના ડિવિડન્ડ વિશે વાત કરીએ તો, આઇશર મોટર્સે ઓગસ્ટ 2024 માં તેના શેરધારકોને પ્રતિ શેર 51 રૂપિયા અને 70 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. અગાઉ, વર્ષ 2023 માં, કંપનીએ પ્રતિ શેર 37 રૂપિયાનું ડિવિડન્ડ વહેંચ્યું હતું. વર્ષ 2022 અને 2021 માં આઇશર મોટર્સે તેના રોકાણકારોને અનુક્રમે 21 રૂપિયા અને 17 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું હતું.

કોલ ઇન્ડિયા, આઇઓસીએલ, આઇશર મોટર્સ અને કેસ્ટ્રોલ ઇન્ડિયા જેવી કંપનીઓ લાંબા સમયથી મજબૂત પ્રદર્શન કરી રહી છે અને ડિવિડન્ડ દ્વારા રોકાણકારોને સ્થિર આવક પૂરી પાડે છે. આ કંપનીઓની ખાસ વાત એ છે કે, તેઓ આજના સમયમાં જ નહીં પરંતુ આવનારા વર્ષોમાં પણ નફો કમાવવા અને વહેંચવાની સ્થિતિમાં મજબૂત રહેશે.