કમાણીની શાનદાર તક… માર્કેટના આ ’10 સ્ટોક’, જે તમને કરી શકે છે ‘માલામાલ’

શેરબજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રોકાણકારો માટે કમાણીનો આ એક શ્રેષ્ઠ મોકો બની રહ્યો છે. આ તેજી વચ્ચે દેશના મોટા બ્રોકરેજ હાઉસે એવા 10 દમદાર શેર પસંદ કર્યા છે કે, જે આગામી સમયમાં તમારા પોર્ટફોલિયોને જોરદાર નફો કરાવી શકે છે.

| Updated on: Apr 19, 2026 | 7:42 PM
1 / 11
ગયા અઠવાડિયે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાના સંકેતો મળ્યા હતા, જેના કારણે ભારતીય શેરબજારે અઠવાડિયાનો અંત જોરદાર તેજી સાથે કર્યો હતો. આખા અઠવાડિયા દરમિયાન બુલ્સ (તેજીવાળાઓ) નું વર્ચસ્વ રહ્યું હતું, જેના પરિણામે નિફ્ટી 50 માં 3.2 ટકા અને સેન્સેક્સમાં 1.5 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ તેજી વચ્ચે Nomura, Jefferies, Nuvama, Motilal Oswal અને JM Financial જેવા મોટા બ્રોકરેજ હાઉસિસ દ્વારા ઘણા મહત્વના શેર્સ પર પોતાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે. અલગ-અલગ સેક્ટરમાંથી એવા 10 સ્ટોક સામે આવ્યા છે કે, જેમાં આગામી સમયમાં દમદાર વળતરની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

2 / 11
1. Billionbrains Garage Ventures (Groww): Bank of America Securities એ આ સ્ટોક પર ‘Buy’ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે અને 235 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન સ્તરથી લગભગ 13 ટકાનો ઉછાળો દર્શાવે છે. બ્રોકરેજનું માનવું છે કે, Groww એ ભારતના ઝડપથી વિકસતા રિટેલ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ પર સીધો દાવ છે.

3 / 11
2. Hero MotoCorp: Motilal Oswal એ આના પર ‘Buy’ કોલ આપ્યો છે અને 6,205 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. આ લગભગ 18 ટકાની સંભવિત તેજીનો સંકેત છે. ગ્રામીણ માંગમાં પરત આવતા સુધારો, સ્કૂટર સેગમેન્ટ અને એક્સપોર્ટ આ ગ્રોથમાં મોટો ફાળો આપશે તેવી અપેક્ષા છે.

4 / 11
3. Wipro: Nomura એ આ IT કંપની પર ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને 250 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જેનાથી લગભગ 19 ટકાની તેજી આવી શકે છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ, બાયબેક કંપની માટે પોઝિટિવ છે, કારણ કે તે EPS (અર્નિંગ પર શેર) ને સપોર્ટ કરશે.

5 / 11
4. JSW Energy: JM Financial એ આ શેર પર ‘Buy’ રેટિંગ આપ્યું છે અને 614 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. આનો અર્થ છે કે, શેરમાં લગભગ 21 ટકાનો ઉછાળો આવી શકે છે. પીક ડિમાન્ડના સમયે ટેરિફ મજબૂત રહેવાની ધારણાથી કંપનીને ફાયદો થશે.

6 / 11
5. Adani Enterprises: Jefferies એ Adani Enterprises ના શેર પર ‘Buy’ રેટિંગ યથાવત રાખ્યું છે પણ ટાર્ગેટ થોડો ઘટાડીને 2,600 રૂપિયા કર્યો છે. આ લગભગ 22 ટકાની સંભવિત તેજી દર્શાવે છે. એરપોર્ટ, ગ્રીન એનર્જી અને કોપર બિઝનેસમાં વિસ્તરણથી લાંબાગાળે કમાણીમાં તેજી આવી શકે છે.

7 / 11
6. Hyundai Motor India: HSBC એ આના પર ‘Buy’ રેટિંગ આપ્યું છે અને 2,200 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. મે 2026 થી ભાવમાં 1 ટકાનો વધારો અને નવા હાઇબ્રિડ મોડલ્સ લોન્ચ થવાથી ગ્રોથને સપોર્ટ મળી શકે છે.

8 / 11
7. Dixon Technologies: Motilal Oswal એ Dixon Technologies પર ‘Buy’ રેટિંગ આપ્યું છે અને 14,700 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ વર્તમાન સ્તરથી લગભગ 30 ટકા તેજીનો સંકેત છે. સ્કેલ અને નવા અપ્રૂવલ્સથી કંપનીમાં રિકવરી આવવાની આશા છે.

9 / 11
8. Suzlon Energy: JM Financial અને Motilal Oswal બંનેએ આના પર ‘Buy’ રેટિંગ આપ્યું છે. JM Financial એ 64 રૂપિયા (30.6% વળતર) અને Motilal Oswal એ 66 રૂપિયા (31% વળતર) નો ટાર્ગેટ આપ્યો છે. વિન્ડ એનર્જીની વધતી માંગને કારણે આ કંપની લાઈમલાઈટમાં છે.

10 / 11
9. Prestige Estates Projects: Nuvama એ આ શેર પર ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને 1,830 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે 40 ટકા તેજીનો અંદાજ દર્શાવે છે. કંપનીએ અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રદર્શન કરતા પ્રી-સેલ્સમાં 76 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.

11 / 11
10. Nuvoco Vistas Corporation: Nomura એ આમાં ‘Buy’ રેટિંગ આપ્યું છે અને 470 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. આ લગભગ 53 ટકાનો સંભવિત ઉછાળો બતાવે છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું EBITDA અંદાજ કરતા વધુ સારું રહેતા આ સ્ટોક માટે મોટો ટ્રિગર સાબિત થઈ શકે છે.

Published On - 7:36 pm, Sun, 19 April 26

Follow Us