Stock Market : 300 % સુધીનું ડિવિડન્ડ મળશે ! 15 ઓગસ્ટ પહેલા રોકાણ કરવાની ઉત્તમ તક, આ 3 દિગ્ગજ કંપની તમને ખુશ કરી દેશે

15 ઓગસ્ટ આવતા પહેલા જ રોકાણકારોને ખુશખબરી મળી છે. વાત એમ છે કે, સ્વતંત્રતા દિવસ પહેલા જ આ 3 કંપની રોકાણકારોને દમદાર ડિવિડન્ડ આપશે.

| Updated on: Aug 13, 2025 | 12:56 PM
1 / 7
શેરબજાર 15 ઓગસ્ટ, 2025 ના રોજ બંધ રહેશે પરંતુ તે પહેલાં ત્રણ કંપની રોકાણકારોને એક ખાસ ભેટ આપવાની તૈયારી કરી રહી છે.

2 / 7
15 ઓગસ્ટ પહેલા આ 3 કંપની રોકાણકારોને દમદાર ડિવિડન્ડ આપશે. ત્રણેય કંપનીઓએ જોરદાર ડિવિડન્ડની જાહેરાત કરી છે અને તેની રેકોર્ડ ડેટ 15 ઓગસ્ટ પહેલાની છે.

3 / 7
ત્રણેય કંપનીઓએ પ્રતિ શેર 10 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે અને તેની રેકોર્ડ ડેટ 15 ઓગસ્ટ પહેલાની છે. ટૂંકમાં જો તમે રેકોર્ડ ડેટ પહેલા આ કંપનીઓના શેર ખરીદો છો, તો તમે આ દમદાર ડિવિડન્ડ મેળવી શકો છો.

4 / 7
ઇન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો): ઇન્ડિગોના બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રૂ. 10 ના ફાઇનલ ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે, જે કંપનીની AGM (એન્યુઅલ જનરલ મીટિંગ) માં મંજૂર થયા પછી આપવામાં આવશે. આ માટે 13 ઓગસ્ટ 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે, એટલે કે આ તારીખ સુધીમાં કંપનીના રેકોર્ડમાં તમારા નામે શેર નોંધાયેલા હોવા જરૂરી છે. 12 ઓગસ્ટના રોજ ઇન્ડિગોના શેરનો ભાવ રૂ. 5,916 હતો.

5 / 7
મહારાષ્ટ્ર સીમલેસ: કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર રૂ. 10 ના ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે કંપનીના પ્રતિ શેરની ફેસ વેલ્યુ રૂ. 5 છે. એન્યુઅલ જનરલ મીટિંગમાં મંજૂરી મળ્યા બાદ આ ડિવિડન્ડ 30 ઓગસ્ટ 2025 ના રોજ અથવા ત્યાર પછી ચૂકવવામાં આવશે. આ માટે 14 ઓગસ્ટ 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે, એટલે કે આ તારીખે શેરધારકોના નામ NSDL અને CDSL ના રેકોર્ડમાં નોંધાયેલા હોવા જરૂરી છે. 12 ઓગસ્ટના રોજ કંપનીના શેરનો CMP રૂ. 676 હતો.

6 / 7
કોવાઈ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ: કોઈમ્બતુર સ્થિત હેલ્થકેર કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર રૂ. 10 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ માટે કંપની કુલ રૂ. 1,094.23 લાખનું કેશ ફ્લો કરશે. જણાવી દઈએ એ, આની રેકોર્ડ ડેટ 15 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે. એન્યુઅલ જનરલ મીટિંગમાં મંજૂરી મળ્યા બાદ 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. 12 ઓગસ્ટના રોજ શેરનો ભાવ રૂ. 6,382 હતો.

7 / 7
ડિવિડન્ડ મેળવવા માટે રેકોર્ડ ડેટના ઓછામાં ઓછા એક દિવસ પહેલા શેર ખરીદવા જરૂરી છે, કારણ કે ભારતમાં T+1 સેટલમેન્ટ લાગુ પડે છે. એવામાં જો તમે રેકોર્ડ ડેટ પર જ શેર ખરીદો છો, તો તમને ડિવિડન્ડનો લાભ મળશે નહીં.

Published On - 6:45 pm, Tue, 12 August 25