
ગુજરાતી ફિલ્મોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ ફિલ્મ પ્રોત્સાહક નીતિ ઘડી છે તેમજ ફિલ્મોદ્યોગને સહાયરૂપ થવા માટે પણ રાજ્ય સરકાર હંમેશાં તૈયાર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ તેમના આગવા દૃષ્ટિકોણથી મુખ્યમંત્રી તરીકે ભૂકંપ બાદ કચ્છના પુનર્વસન અને નર્મદાનીરને કચ્છના સૂકા રણપ્રદેશ સુધી પહોંચાડ્યા અને વિવિધ વિકાસકામો કર્યાં છે. ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે અને હવે ગ્રીન એનર્જી તથા સેમિ કંડક્ટર હબ બનવા તરફ અગ્રેસર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ફિલ્મો એ સમાજનો અરિસો છે, ત્યારે સારી ફિલ્મોના નિદર્શનની સારી અસર પણ સમાજ પર ચોક્કસ પડશે. આ દૃષ્ટિએ આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલને ભૂપેન્દ્ર પટેલે, રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવ્યો હતો

સંસ્કૃતિનું નિરૂપણ કરતી અને લોકભોગ્ય તેમજ પારિવારિક ફિલ્મોના નિર્માણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અને અનુકરણવાળા કન્ટેન્ટના ધરાવતી ફિલ્મોનો પ્રભાવ અને પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે સારું અને સાચું કન્ટેન્ટ દર્શાવતી અને વૈજ્ઞાનિક અભિગમવાળી વધુ ને વધુ ફિલ્મો બને તે જરૂરી છે.