
જો તમારી પાસે એક્સપાયર થયેલો ENO હોય તો તેનો પણ ઉપયોગ થઈ શકે છે. આ સિવાય જો તમારી પાસે વાપરવા યોગ્ય ENO પેકેટ છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે ENO પેકેટને તોડીને ટોઈલેટ શીટમાં મુકો. આ પછી એક વાસણમાં બે મગ જેટલું પાણી લો અને તેમાં વિનેગર અને ખાવાનો સોડા નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કર્યા પછી આ પાણીને શીટ પર રેડો અને બ્રશની મદદથી તેને સાફ કરો. થોડી જ વારમાં તમે જોશો કે સીટ સંપૂર્ણપણે સાફ થઈ જશે.

આ રીતે સાફ કરો બેસિન : બાથરૂમમાં બેસિન તેના રોજિંદા ઉપયોગને કારણે એકદમ ગંદુ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ENO ઉમેરીને તેને ચમકદાર બનાવી શકો છો. આ માટે ઈનો પેકેટને તોડીને બેસિનની વચ્ચે રાખી દો અને તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરો. અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયા કરવાથી બેસિનમાં ગંદકી જમા થશે નહીં.
Published On - 8:57 am, Wed, 8 January 25