અમેરિકામાં પ્રતિબંધ લાગે તે પહેલા જ ઉચાળા ભરતુ TikTok, એપ સ્ટોરમાંથી પણ બહાર
અમેરિકામાં નવો કાયદો પસાર થાય તે પહેલાં TikTok ઓફલાઇન થઈ ગયું છે, એટલું જ નહીં, આ એપને અમેરિકામાં એપ સ્ટોરમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે.
1 / 5
ટિકટોકને કોણ નથી જાણતું, આ ટૂંકા વીડિઓ શેરિંગ માટેનુ પ્લેટફોર્મ અમેરિકામાં ઑફલાઇન થઈ ગયું છે અને આ બધું અમેરિકામાં નવો કાયદો અમલમાં આવે તે પહેલાં જ થયું. એટલું જ નહીં, એપલ હબે એવી પણ માહિતી આપી છે કે અમેરિકામાં એપ સ્ટોરમાંથી ટિકટોક દૂર કરવામાં આવ્યું છે, સરળ ભાષામાં કહીએ તો, આ ટિકટોક એપ અમેરિકામાં એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે.
2 / 5
અમેરિકામાં રહેતા યુઝર્સ TikTok ખોલતાની સાથે જ સ્ક્રીન પર લખેલું દેખાય છે કે 'TikTok હાલમાં ઉપલબ્ધ નથી'. સ્ક્રીન પર આ મેસેજ જોયા પછી, યુઝર્સે આ મેસેજના સ્ક્રીનશોટ લેવાનું અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું છે.
3 / 5
આ સાથે, સંદેશમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટિકટોક આ સમસ્યાના ઉકેલ માટે સાથે મળીને કામ કરશે અને ટિકટોક ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
4 / 5
અહેવાલો અનુસાર, NBC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં, ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ચીની એપ TikTok ને રાહત આપી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ પદ સંભાળવા જઈ રહ્યા છે, ત્યારબાદ ટિકટોકને પ્રતિબંધમાંથી રાહત મળવાની અપેક્ષા છે.
5 / 5
ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં તેમણે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. તેઓ હાલમાં ટૂંકા વીડિયો શેરિંગ પ્લેટફોર્મને આપવામાં આવેલી સમયમર્યાદા ફક્ત આગામી 90 દિવસ માટે લંબાવવાનું વિચારી રહ્યા છે. જો ટ્રમ્પ આ અંગે અંતિમ નિર્ણય લે છે, તો તેઓ સોમવારે તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
Published On - 12:36 pm, Sun, 19 January 25