
દેશના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિને લઈને CNBC Awaaz દ્વારા રજૂ કરાયેલા વિશ્લેષણમાં ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કમાણી અને ખર્ચના મામલે નાના નાના શહેરો દિલ્હી અને મુબંઈ જેવા મોટા શહેરોને પણ ટક્કર મારી ચૂક્યા છે. તેમાં પણ ગુજરાતના આ 3 શહેરે દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવતા રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત આપ્યો છે.

દેશના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિને લઈને CNBC Awaaz દ્વારા રજૂ કરાયેલા વિશ્લેષણમાં ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કમાણી અને ખર્ચના મામલે નાના નાના શહેરો દિલ્હી અને મુબંઈ જેવા મોટા શહેરોને પણ ટક્કર મારી ચૂક્યા છે. તેમાં પણ ગુજરાતના આ 3 શહેરે દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવતા રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત આપ્યો છે. (ઈમેજ ક્રેડિટ-CNBC)

જ્યારે સુરત પાંચમા ક્રમે છે, જ્યાં સરેરાશ આવક ₹15.5 લાખ છે. બીજી તરફ ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા ત્રીજા ક્રમે છે, જ્યાં સરેરાશ આવક ₹17.3 લાખ દર્શાવવામાં આવી છે. (ઈમેજ ક્રેડિટ-CNBC)

રિપોર્ટમાં માત્ર કમાણીનો જ નહીં પરંતુ હાઉસહોલ્ડ સ્પેન્ડિંગ (ઘરેલુ ખર્ચ)માં પણ નાના શહેરો ઝડપથી આગળ વધી રહ્યા હોવાનું જણાવાયું છે. જે શહેરના લોકો જેટલી વધારે કમાણી કરી રહ્યા છે તેટલો જ ખર્ચ પણ કરી રહ્યા છે. ત્યારે સૌથી વધારે ખર્ચ મામલે પણ સુરત 5માં સ્થાને છે જ્યારે વડોદરા ત્રીજા સ્થાન પર છે, અને પહેલા સ્થાને ચંદીગઢ છે.

CNBC Awaazના વિશ્લેષણ મુજબ છેલ્લા દાયકામાં મધ્યમ વર્ગની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ₹6 લાખથી ₹36 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની સંખ્યા પણ વધી છે, જેના કારણે નાના શહેરો દેશના આર્થિક વિકાસના નવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે.

ગુજરાતના ત્રણ શહેરો એકસાથે ટોપ-10માં સ્થાન મેળવતા રાજ્યના ઔદ્યોગિક વિકાસ, વેપાર, રોજગાર અને વધતી આવકનું પ્રતિબિંબ જોવા મળે છે.