સુસ્ત લિસ્ટિંગ બાદ હવે 30% વધ્યો આ શેર, કંપનીએ બિઝનેસને લઈને કરી મોટી જાહેરાત

|

Dec 02, 2024 | 9:10 PM

ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપનીના શેર સોમવારે અને 02 ડિસેમ્બરના રોજ 5% કરતા વધુ વધ્યા હતા. કંપનીના શેર 503.85 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યા હતા. લિસ્ટિંગ 13 નવેમ્બર, 2024ના રોજ થયું હતું. તેના IPOની કિંમત 390 હતી. એટલે કે વર્તમાન ભાવ પ્રમાણે આ શેર અત્યાર સુધીમાં 30% વધ્યો છે.

1 / 7
ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપનીના શેર સોમવારે 5% કરતા વધુ વધ્યા હતા. કંપનીના શેર 503.85 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યા હતા. શેરના આ વધારા પાછળ એક મોટા સમાચાર છે.

2 / 7
અગ્રણી ઓનલાઈન ફૂડ અને બેવરેજ સપ્લાય કરતી કંપની Swiggy એ તેની ફૂડ ડિલિવરી સર્વિસ 'બોલ્ટ'ને 10 મિનિટમાં ભારતના 400થી વધુ શહેરો અને નગરોમાં વિસ્તારી છે.

3 / 7
સ્વિગીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, નવી દિલ્હી, મુંબઈ અને પુણેમાં લોન્ચ કરાયેલ 'બોલ્ટ' હવે જયપુર, લખનૌ, અમદાવાદ, ઈન્દોર, કોઈમ્બતુર અને કોચી જેવા શહેરોમાં સક્રિય છે. આ ઉપરાંત, તેને રૂરકી, ગુંટુર, વારંગલ, પટના, જગતિયાલ, સોલન, નાસિક, શિલોંગ જેવા નાના અને મધ્યમ શહેરોમાં પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે.

4 / 7
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બોલ્ટ'ને સૌથી વધુ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં અપનાવવામાં આવી છે. આ પછી તેને હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં સારો પ્રતિસાદ મળ્યો છે.

5 / 7
તમને જણાવી દઈએ કે સ્વિગી આઈપીઓનું લિસ્ટિંગ 13 નવેમ્બર, 2024ના રોજ થયું હતું. તેના IPOની કિંમત 390 હતી. એટલે કે વર્તમાન ભાવ પ્રમાણે આ શેર અત્યાર સુધીમાં 30% વધ્યો છે.

6 / 7
28 નવેમ્બરના રોજ કંપનીના શેર ₹516.95ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે સ્વિગીના શેર BSE પર 5.64% અને NSE પર 7.7% પ્રીમિયમ સાથે ₹420 પર લિસ્ટ થયા હતા.

7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery