આ ખેલાડીએ કરી ભવિષ્યવાણી, ઓસ્ટ્રેલિયામાં નહીં ચાલે રોહીત-વિરાટ

|

Nov 06, 2024 | 6:31 PM

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેના દિવસો સારા નથી. આ બંને બેટ્સમેનોનું બેટમાંથી રન નથી નીકળી રહ્યાં. ન તો તેઓ બાંગ્લાદેશ સામે સારા રન બનાવી શક્યા છે, અને ના તો ન્યુઝીલેન્ડ સામે કંઈ ઉકાળી શક્યા, પરિણામે હવે ભારતના આધારસ્તંભ જેવા બંને ખેલાડીઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિરાટ-રોહિતના ચાહકોને આશા છે કે આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમના બેટની તાકાત બતાવશે અને ઘણા રન બનાવશે.

1 / 5
વિરાટ કોહલી અને રોહિત શર્માના બેટ અત્યારે શાંત છે અને આ જ કારણ છે કે દુનિયાભરના ક્રિકેટ નિષ્ણાતો તેમના પર સવાલો ઉઠાવી રહ્યા છે.

2 / 5
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન ફોક્સ ક્રિકેટ પર વાતચીત દરમિયાન કહ્યું કે, જો ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં જીતવું હોય તો રોહિત અને વિરાટ કોહલીને વધુ રન બનાવવા પડશે.

3 / 5
ભારતીય ક્રિકેટ ટીમના આધાર સ્તંભ સમાન આ બન્ને ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં પાછા આવવું પડશે. પરંતુ વોનનું કહેવું છે કે, આશા છે કે આવું થશે પરંતુ એક ડર છે કે આવું ના થાય તો. વોને કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ બોલરો સામે નક્કર ટેકનિક સાથે મેદાનમાં ઉતરવું પડશે.

4 / 5
માઈકલ વોને કહ્યું, 'ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી ટેસ્ટ સિરીઝ જીતી હતી, જ્યારે ટીમે ગાબામાં જીત માટેના સ્કોરનો પીછો કર્યો હતો. એ સમયે વિરાટ પણ ત્યાં નહોતો.

5 / 5
ઓસ્ટ્રેલિયા ગાબામાં 32 વર્ષથી હાર્યું નથી પરંતુ હું કહેવા માંગુ છું કે વિરાટ કોહલી સાથે વધુ સમસ્યા છે. વિરાટ જે રીતે સેન્ટનરનો ફુલ ટોસ બોલ ચૂકી ગયો તે જોતા કહીં શકાય કે વિરાટ કોહલી હવે પહેલા જેવા ફોર્મમાં દેખાઈ રહ્યો નથી.

Next Photo Gallery