માર્કેટના ઉતાર-ચઢાવમાં પણ અડીખમ રહ્યા આ ‘હાઈ-રેટેડ ફંડ્સ’, 5 વર્ષમાં રોકાણકારોના નસીબ બદલી નાખ્યા

માર્કેટમાં લાંબાગાળા માટે રોકાણ કરીને પૈસા બનાવવા હોય, તો મ્યુચ્યુઅલ ફંડ્સ હંમેશા એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. એવામાં છેલ્લા 5 વર્ષમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે માત્ર બજારના ઉતાર-ચઢાવનો સામનો જ નથી કર્યો પરંતુ સતત 5-સ્ટાર રેટિંગ સાથે દમદાર પ્રદર્શન પણ કર્યું છે.

| Updated on: Apr 20, 2026 | 7:35 PM
1 / 7
આ ફંડ્સની ખાસિયત એ છે કે, તેમણે અલગ-અલગ માર્કેટ કન્ડિશનમાં પણ સ્થિર અને શ્રેષ્ઠ રિટર્ન આપવાની ક્ષમતા બતાવી છે. ઉદાહરણ તરીકે, જ્યાં કેટલાક ફંડ્સે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિડકેપ સેક્ટરમાં તેજીનો લાભ લીધો, ત્યાં ફ્લેક્સી કેપ ફંડ્સે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોના આધારે જોખમને સંતુલિત કર્યું. આ જ કારણ છે કે, ફંડ્સમાં કરવામાં આવેલ 1 લાખ રૂપિયાનું રોકાણ 5 વર્ષમાં વધીને 2 થી 3.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

2 / 7
ICICI Prudential Infrastructure Fund: રોકાણના દૃષ્ટિકોણથી આ ફંડ ખૂબ જ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો, આ ફંડે દર વર્ષે સરેરાશ 27.92% નું શાનદાર રિટર્ન આપ્યું છે. નફાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, જો તમે 5 વર્ષ પહેલાં આમાં 1 લાખ રૂપિયાનું લમ્પસમ (Lumpsum) રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત 3.43 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

3 / 7
માત્ર લમ્પસમ રોકાણ જ નહીં પરંતુ SIP દ્વારા પણ આ ફંડે રોકાણકારોને માલામાલ કર્યા છે. માત્ર 5,000 રૂપિયાની માસિક SIP કરનારાઓનું ફંડ 5 વર્ષમાં વધીને આશરે 5.25 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. હાલમાં આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) 218.46 રૂપિયા છે. ફંડની મજબૂતી તેની 7,554 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ (AUM) પરથી જાણી શકાય છે. આનો એક્સપેન્સ રેશિયો 1.18% છે અને તે BSE India Infrastructure TRI બેન્ચમાર્કને ફોલો કરે છે.

4 / 7
HDFC Mid Cap Fund: આ મિડ કેપ ફંડ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ થયું છે. છેલ્લા 5 વર્ષમાં આ ફંડે સરેરાશ 22.92% નું દમદાર વાર્ષિક રિટર્ન આપીને રોકાણકારોને ખુશ કરી દીધા છે. જો નફાના ગણિતને સમજીએ, તો 5 વર્ષ પહેલાં કરવામાં આવેલ 1 લાખ રૂપિયાનું રોકાણ આજે વધીને 2.81 લાખ રૂપિયા થઈ ગયું હોત. નાના રોકાણથી મોટું ફંડ બનાવવા ઈચ્છતા લોકો માટે પણ આ ફંડ શાનદાર રહ્યું છે.

5 / 7
માત્ર 5,000 રૂપિયાની માસિક SIP દ્વારા રોકાણકારોએ 5 વર્ષમાં આશરે 4.92 લાખ રૂપિયાનું ફંડ જમા કરી લીધું છે. આ ફંડ 85,358 કરોડ રૂપિયાના વિશાળ એસેટ બેઝ (AUM) ને સંભાળી રહ્યું છે. આનો એક્સપેન્સ રેશિયો 0.77% છે અને તે NIFTY Midcap 150 TRI બેન્ચમાર્કને ફોલો કરે છે. તમે માત્ર 100 રૂપિયાની ન્યૂનતમ રકમથી આમાં રોકાણ અથવા SIP શરૂ કરી શકો છો.

6 / 7
Parag Parikh Flexi Cap Fund: આ ફંડ રોકાણકારોમાં તેના ભરોસાપાત્ર પ્રદર્શન માટે જાણીતું છે. છેલ્લા 5 વર્ષના ટ્રેક રેકોર્ડને જોઈએ તો, આ ફંડે સરેરાશ 17.34% વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો તમે 5 વર્ષ પહેલાં આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત 2.22 લાખ રૂપિયા હોત. બીજું કે, SIP દ્વારા પણ આમાં સારો વધારો જોવા મળ્યો છે.

7 / 7
માત્ર 5,000 રૂપિયાની માસિક SIP થી 5 વર્ષમાં આશરે 4.32 લાખ રૂપિયાનું મોટું ફંડ તૈયાર થઈ ગયું હોત. આ ફંડ 1,28,966 કરોડ રૂપિયાના વિશાળ એસેટ બેઝ (AUM) નું સંચાલન કરી રહ્યું છે. આનો એક્સપેન્સ રેશિયો 0.62% છે અને તે NIFTY 500 TRI બેન્ચમાર્કને ફોલો કરે છે. આમાં રોકાણ શરૂ કરવા માટે ન્યૂનતમ 1,000 રૂપિયાની જરૂર પડે છે. જોખમના માપદંડો પર પણ આ ફંડ ઘણું સંતુલિત છે.

Follow Us