
વાત એમ છે કે, એન્ટિલિયામાં પરંપરાગત એસી છે જ નહીં કે જેના માટે સામાન્ય લોકો ટેવાયેલા હોય. જણાવી દઈએ કે, એન્ટિલિયામાં સેન્ટ્રલ કૂલિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ માર્બલ, ફૂલો અને અન્ય આંતરિક વસ્તુઓને સાચવવા માટે રાખવામાં આવેલ છે.

અંબાણીના આ ઘરમાં મહેમાનો ઇચ્છે તો પણ ઘરનું તાપમાન ઘટાડી કે વધારી શકતા નથી. બીજું કે, એન્ટિલિયાની અંદર એક બરફનો રૂમ પણ છે, જ્યાં ખરેખરમાં બરફ પડે છે. દિવાલ પર લગાવેલા ખાસ ડિવાઇસથી આખા રૂમમાં બરફના ટુકડા છાંટવામાં આવે છે.

અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, તે 50 મોડેલો સાથે અને અબુ જાની-સંદીપ ખોસલા સાથે શૂટિંગ કરી રહી ત્યારે એન્ટિલિયા ગઈ હતી. આ શૂટ દરમિયાન શ્રેયાને એન્ટિલિયામાં ખૂબ ઠંડી લાગી રહી હતી. શ્રેયાએ બિલ્ડિંગ મેનેજરને તાપમાન વધારવાની વિનંતી કરી પરંતુ મેનેજરે કહ્યું કે, તાપમાનમાં વધારો થઈ શકે તેમ નથી.

એન્ટિલિયામાં આરસપહાણ અને ફૂલોને ચોક્કસ તાપમાનની જરૂર પડે છે, જે એર કન્ડીશનીંગ સિસ્ટમ દ્વારા જાળવવામાં આવે છે. આથી, તાપમાનમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી.
Published On - 2:16 pm, Fri, 18 April 25