IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, નોંધાયા 5 વિશ્વ વિક્રમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ શરુઆતથી જ નોંધાયો છે. સિક્સર એટલી વરસી છે કે, 5 વિશ્વ વિક્રમ નોંધાઈ ચૂક્યા છે. તો છગ્ગા ફટકારવામાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ સિક્સર કિંગ તરીકે ઉભરી આવ્યો છે. જયસ્વાલે સિરીઝમાં અંગ્રેજ બોલરોની ધુલાઇ કરતા સૌથી વધારે છગ્ગા ફટકાર્યા છે.
1 / 6
world record oભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ઘર આંગણે રમાઈ રહી છે. સિરીઝની અંતિમ મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. સિરીઝમાં રમાયેલી પાંચેય મેચમાં બેટરોએ બોલરો પર હાવી રહેવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ભારતીય બેટર્સે ધમાલ મચાવી છે. જેને લઈ છગ્ગા વરસાવવામાં પાંચ અલગ અલગ વિશ્વ વિક્રમ નોંધાયા છે. f sixes recorded in the test series
2 / 6
એક જ સિરીઝમાં છગ્ગાઓની સદી, એટલે કે 100 સિક્સર નોંધાઈ છે. ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર આમ બન્યુ છે કે, ટેસ્ટ સિરીઝમાં છગ્ગાઓની સદી નોંધાઈ હોય. એશિઝ સિરીઝમાં પણ 80 છગ્ગા વધુમાં વધુ નોંધાયા નથી. જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં 100 કરતા વધારે છગ્ગા નોંધાયા છે.
3 / 6
એકજ ટેસ્ટ મેચમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ આ શ્રેણીમાં નોંધાયો છે. આ વિક્રમ રાજકોટમાં નોંધાયો હતો અને ભારતીય ટીમે નોંધાવ્યો હતો. રાજકોટમાં ટીમ ઈન્ડિયાએ એક જ મેચમાં 28 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પણ આ વિક્રમ ભારતીય ટીમના નામે હતો અને જેમાં 27 છગ્ગા દક્ષિણ આફ્રિકા સામે નોંધાયો હતો.
4 / 6
હવે જોઈએ એક જ ઈનીંગમાં સૌથી વધારે છગ્ગાનો વિક્રમ. ટીમ ઈન્ડિયાના ઓપનર બેટર યશસ્વી જયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 12 છગ્ગા નોંધાવ્યા હતા. આ સાથે જ જયસ્વાલે એક જ ઈનીંગમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાના વિક્રમની બરાબરી કરી હતી. વાસીમ અક્રમે 1996માં ઝિમ્બાબ્વે સામે 12 છગ્ગા નોંધાવ્યા હતા.
5 / 6
એક જ બેટરે સિરીઝમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો વિક્રમ પણ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના નામે છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં કુલ 26 છગ્ગા ફટકાર્યા છે. આ પહેલા આ વિક્રમ સચિન તેંડુલકરના નામે હતો. સચિને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં 25 છગ્ગા નોંધાવ્યા હતા. જ્યારે રોહિત શર્મા 22 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે. જે તેણે 4 મેચની દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નોંધાવ્યા હતા.
6 / 6
બંને ટીમો છગ્ગાઓનો વરસાદ કરી દીધો છે. જેને લઈ સૌથી વધારે છગ્ગાઓ એક જ સિરીઝમાં ફટકારવાનો રેકોર્ડ ચોથી ટેસ્ટમાં જ તોડી દેવાયો હતો. એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બેટર્સે 74 છગ્ગા નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની સિરીઝની ચોથી ટેસ્ટમાં કુલ 75 છગ્ગા ફટકારવા સાથે જ આ વિક્રમ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝના નામે થયો હતો. આ વિક્રમ રાંચી ટેસ્ટમાં જ રચી દેવાયો હતો.
Published On - 1:21 pm, Sat, 9 March 24