Google Maps Alternative : હવે Google Maps પર વિશ્વાસ નથી રહ્યો ? તમે નેવિગેશન માટે આ એપ્સ Use કરી શકો છો
હાલમાં જ યુપીમાં Google Mapsના કારણે એક કાર પુલ પરથી પડી ગઈ હતી. હવે આવી સ્થિતિમાં જો તમને પણ Google Maps પર વિશ્વાસ નથી, તો ચાલો તમને કેટલીક એવી નેવિગેશન એપ્સ વિશે જણાવીએ જેને તમે અજમાવી શકો.
1 / 6
Android Mobile ફોનમાં નેવિગેશન માટે ગ્રાહકોને પહેલાથી જ Google Maps એપ મળે છે. અલબત્ત આ એપ વિશ્વની સૌથી લોકપ્રિય નેવિગેશન એપ છે, પરંતુ ઘણી વખત ગૂગલ મેપ્સે લોકોને સાચા માર્ગને બદલે ખોટો રસ્તો બતાવ્યો છે, જેના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.
2 / 6
ગૂગલ મેપ્સે યુપીમાં એક કાર ડ્રાયવરને ખોટો રસ્તો બતાવ્યો. જેના કારણે કાર એક એંડર કસ્ટ્રક્શન પુલ પરથી પડી અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. હવે જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા ડરતાં હોવ તો ચાલો તમને જણાવીએ કે તમે ગૂગલ મેપ્સને બદલે કઈ નેવિગેશન એપ્સ અજમાવી શકો છો?
3 / 6
Google Maps Alternative Apps : Mappls MapMyIndia - ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી વધુ લોકોએ આ નેવિગેશન એપ ડાઉનલોડ કરી છે. આ એપને પ્લે સ્ટોર પર 5 માંથી 3.9 રેટિંગ અને એપલ એપ સ્ટોર પર 3D વ્યૂ પર 4.1 રેટિંગ મળ્યું છે, આ એપમાં સેફ્ટી એલર્ટ ઉપલબ્ધ છે. આ સિવાય તમે તમારી કારમાં પણ આ એપનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આ એપ એન્ડ્રોઈડ ઓટો સાથે પણ સુસંગત છે.
4 / 6
Waze : આ એપને Apple App Store પર 5 માંથી 4.8 અને Google Play Store પર 5 માંથી 4.1 રેટિંગ મળ્યું છે. આ એપ લાઈવ ટ્રાફિક અપડેટ્સ, રીયલ ટાઈમ રોડ એલર્ટ, સ્પીડ કેમેરા, ફ્યુઅલ સ્ટેશન વિશે માહિતી આપે છે.
5 / 6
Apple Maps : જો તમે iPhone નો ઉપયોગ કરો છો તો તમે નેવિગેશન માટે આ એપનો ઉપયોગ કરી શકો છો. આ એપ આઈફોન યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. યુઝર્સને પણ આ એપ ગમે છે. કારણ કે આ એપ પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને નેવિગેશન માટે યુઝરનો પર્સનલ ડેટા કલેક્ટ કરતી નથી. આ એપમાં 3D મેપ, ટ્રાફિકની માહિતી વગેરે જેવી ઘણી ઉપયોગી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
6 / 6
Here WeGo : યુઝર્સે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 5માંથી 4.3 રેટિંગ આપ્યું છે, જ્યારે આ એપને એપલ એપ સ્ટોર પર 5માંથી 3.6 રેટિંગ મળ્યું છે. આ એપ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ઑફલાઇન નકશા, રીઅલ ટાઇમ અપડેટ્સ, નાઇટ મોડ અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. ગૂગલ મેપ્સ સિવાય અન્ય ઘણી સારી નેવિગેશન એપ્સ ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાતો અનુસાર બેસ્ટ એપ્લિકેશન પસંદ કરી શકો છો. આ એપને અજમાવી જુઓ અને નક્કી કરો કે કંઈ એપ તમારા માટે સારુ કામ કરે છે.