WhatsApp Account Hack : વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે? આ રીતે ફરીથી મેળવી શકો

WhatsApp Account Hack Recover : ઘણી વખત વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ. જેના કારણે આપણા એકાઉન્ટનો કંટ્રોલ હેકર્સ પાસે જાય છે. હવે આવી સ્થિતિમાં ટેન્શન શરૂ થાય છે કે એકાઉન્ટ રિકવર કેવી રીતે કરવું? જો તમારી સાથે આવું કંઇક થાય છે, તો ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ જણાવીશું જેને ફોલો કરીને તમે તમારું એકાઉન્ટ રિકવર કરી શકો છો.

| Updated on: Sep 05, 2024 | 2:21 PM
4 / 6
WhatsApp Account Hack થાય તો શું કરવું? : જો તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ જાય છે, તો સૌથી પહેલા તમારે તમારા ફોનમાંથી વોટ્સએપ એકાઉન્ટને અનઇન્સ્ટોલ કરવું જોઈએ અને ગૂગલ પ્લે અથવા એપ સ્ટોરમાંથી એપને ફરીથી ઇન્સ્ટોલ કરવું જોઈએ. એપ ઈન્સ્ટોલ કર્યા પછી ફરી એકવાર એપમાં લોગઈન કરવાનો પ્રયાસ કરો. જેમ તમે એપમાં લોગઈન કરવાનો પ્રયાસ કરશો, તમારા મોબાઈલ નંબર પર 6 અંકનો વેરિફિકેશન કોડ આવશે. જેની મદદથી તમે એકાઉન્ટમાં લોગઈન કરી શકશો.

5 / 6
જો હેકરે તમારા એકાઉન્ટનું ઍક્સેસ મેળવ્યા પછી WhatsApp Two Step Verification અનેબલ કર્યું છે, તો આ કિસ્સામાં તમને કોડ દાખલ કરવાનું કહેવામાં આવશે. હવે જો તમારી પાસે કોડ ન હોય તો પણ આ કિસ્સામાં તમારે તમારું એકાઉન્ટ ફરીથી મેળવવા માટે 7 દિવસ રાહ જોવી પડશે. જ્યારે તમે એકાઉન્ટ ફરીથી આવે તેની રાહ જોઈ રહ્યા છો, ત્યારે હેકર પણ તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકશે નહીં.

6 / 6
જો આમાંથી કોઈપણ પદ્ધતિ તમારા માટે કામ કરતી નથી તો પછી WhatsApp સપોર્ટનો સંપર્ક કરો. આ માટે https://www.whatsapp.com/contact/noclient પર જાઓ. આ પછી મેસેજમાં ઈમેલ એડ્રેસ, ફોન નંબર, વોટ્સએપ યુઝ (Android, iPhone, Web or Desktop, KaiOS) અને હેક સંબંધિત માહિતી લખો. રિક્વેસ્ટ મળ્યા પછી કંપની તમારી ફરિયાદની સમીક્ષા કરશે અને જો કંપનીને બધું જ યોગ્ય લાગશે તો તમે ફરીથી તમારા એકાઉન્ટની ઍક્સેસ મેળવી શકો છો.