
લાઇટ બંધ કરો અને તપાસો : રૂમની બધી લાઇટો બંધ કરો અને તમારા ફોનની ટોર્ચ વડે રૂમની આસપાસ જુઓ. જો ક્યાંક કેમેરા હોય તો તેની લાઈટ (ઘણી વખત લાલ કે લીલો) જોઈ શકાય છે.

સ્માર્ટફોનનો ઉપયોગ : તમારા સ્માર્ટફોનની કૅમેરા ઍપ ચાલુ કરો અને રૂમમાં ઇન્ફ્રારેડ લાઇટ જુઓ. છુપાયેલા કેમેરા મોટાભાગે ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરે છે, જે તમારા ફોનના કેમેરામાં જોઇ શકાય છે. આ સિવાય હોટલના રૂમના Wi-Fi નેટવર્કને સ્કેન કરો. જો કોઈ વિચિત્ર અથવા અજાણ્યું ઉપકરણ જોડાયેલું હોય તો તે છુપાયેલ કેમેરા હોઈ શકે છે.

આરએફ ડિટેક્ટરનો ઉપયોગ : તમે રેડિયો ફ્રીક્વન્સી (RF) ડિટેક્ટરનો ઉપયોગ કરી શકો છો, જે વાયરલેસ કેમેરા શોધી શકે છે. આ ડિવાઈસ હોટલના રૂમમાં છુપાયેલા કેમેરાના સિગ્નલને શોધવામાં મદદ કરી શકે છે.

મોબાઇલ એપ્લિકેશન્સ : એવી કેટલીક એપ્સ છે જે છુપાયેલા કેમેરાને શોધવા માટે બનાવવામાં આવી છે. આ એપ્સ ફોનના સેન્સરનો ઉપયોગ કરીને કેમેરા લેન્સને શોધી શકે છે.