
દુનિયાના રેન્કિંગમાં ટોપ પર બિરાજમાન, સતત 2 ટી20 વર્લ્ડ કપ જીતીને આવી રહેલી ટીમ અચાનક સતત 6 હારનો રેકોર્ડ બનાવી દે, શું આ વાત પર વિશ્વાસ કરી શકાય? ભારતીય ટીમ સાથે આવું જ થયું છે, જે England Tour પર અત્યાર સુધી એક પણ ટી20 મેચ જીતી શકી નથી. કેપ્ટન Shreyas Iyer વિવેચકોના નિશાના પર છે. Shreyas Iyer એવો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે કે, જે પોતાની કેપ્ટનશીપ કરિયરની પ્રથમ 7 મેચમાં એક પણ જીત નોંધાવી શક્યો નથી.

સામાન્ય રીતે પ્લેઇંગ 11 તૈયાર કરવામાં કેપ્ટન અને કોચ પણ મોટી ભૂમિકા ભજવે છે. આથી આ શરમજનક પ્રદર્શન માટે માત્ર તે 11 ખેલાડીઓને જ જવાબદાર ઠેરવવા યોગ્ય નથી કે, જેઓ રમવા માટે મેદાન પર ઉતર્યા હતા. આવું એટલા માટે કારણ કે, વ્યુહરચના કોચિંગ સ્ટાફ તૈયાર કરે છે. એવામાં કોચ ગૌતમ ગંભીરને પણ નિશાના પર લેવો જોઈએ.

એક બેટ્સમેન તરીકે Shreyas Iyer નું પ્રદર્શન ઠીકઠાક રહ્યું, જેણે સીરીઝમાં 218 રન બનાવ્યા પરંતુ બોલરોના ઉપયોગની વાત કરવામાં આવે તો ત્યાં અય્યર ખરાબ રીતે થાપ ખાઈ ગયો. ખાસ કરીને છેલ્લી 2 મેચમાં Shreyas Iyer ઈંગ્લેન્ડના બેટ્સમેનોને મોટી ભાગીદારી (પાર્ટનરશિપ) કરતા રોકી શક્યો નહીં. ચોથી ટી20માં જોસ બટલર વહેલા આઉટ થયા બાદ ફિલ સોલ્ટ અને હેરી બ્રુક અંત સુધી ટકી રહ્યા અને મેચ તેમની તરફેણમાં લઈ ગયા. આ જ કામ પાંચમી ટી20માં જોસ બટલર અને હેરી બ્રુકે કર્યું.

ઈંગ્લેન્ડના ખેલાડીઓ રન ફટકારીને મોટી પાર્ટનરશિપ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન અય્યરે ટીમના મેઈન બોલરોને બોલિંગ જ ન આપી. જો Iyer એક બાજુથી સારા બોલરને લાવ્યો, તો બીજી બાજુ નબળા બોલરને લગાડી દીધો. મેદાન પર ખેલાડીઓએ કેચ તો છોડ્યા જ પણ સાથે કેપ્ટને ફિલ્ડિંગ ગોઠવવામાં પણ કોઈ આક્રમકતા ન બતાવી.

આ સાથે જ કોચ Gautam Gambhir પણ ભૂલો કરવામાં પાછળ ન રહ્યા. તેઓ વર્ષ 2028 T20 World Cup માટે નવી અને યુવા ટીમ બનાવવા માંગે છે. નવી ટીમ બનાવવી તે વાત સમજાય છે પણ એક તરફ 'સ્ટાફ' ખેલાડીઓ પર ભરોસો રાખવાની વાતો કરતો હતો અને બીજી તરફ અનુભવી સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરી દીધો. Sanju Samson ની જગ્યાએ આવેલ 15 વર્ષના Vaibhav Suryavanshi 3 ઇનિંગ્સમાં માત્ર 42 રન જ બનાવી શક્યો, તો તેને પણ ટીમમાંથી કાઢી મૂક્યો. સેમસન પાસે તો અનુભવ છે પણ ખરાબ પ્રદર્શનના કારણે ટીમમાંથી બહાર થવાથી આ નાના વૈભવ પર કેટલું નકારાત્મક માનસિક દબાણ આવશે, તે વાત કોચ ભૂલી જ ગયા.

વોશિંગ્ટન સુંદર પણ ટીમની અંદર-બહાર થતો રહ્યો. મેદાન પર કેપ્ટન કયા બોલરોનો ઉપયોગ કરશે, તેમાં પણ કોચિંગ સ્ટાફની રણનીતિ જોડાયેલ હોય છે. એવામાં શિવમ દુબેને છેલ્લી ત્રણ મેચમાં માત્ર એક-એક ઓવર જ મળી, જ્યારે પાંચમી મેચમાં તેના બદલે સૂર્યાંશ શેડગેને બોલિંગ સોંપવામાં આવી, પરિણામે તેઓ ખૂબ મોંઘા સાબિત થયા.