
ખેતી અથવા કૃષિ આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. સરકાર કે ખાનગી સંસ્થા તરફથી શિક્ષણ માટે મળતી સ્કોલરશિપ ટેક્સ-ફ્રી હોય છે

સરકારી કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ₹20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી ટેક્સ-ફ્રી છે. સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી લીવ એન્કેશમેન્ટ ટેક્સ-ફ્રી છે. જ્યારે ખાનગી કર્મચારીઓને ₹25 લાખ સુધીની છૂટ મળે છે.

LIC પોલિસી મેચ્યોર થયા બાદ મળતી રકમ પર સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી પરંતુ તેમાં કેટલીક શરતો લાગુ પડે છે. HUFની આવક પર એકવાર ટેક્સ ભર્યા બાદ પરિવારના સભ્યોને મળતી રકમ પર ફરીથી ટેક્સ લાગતો નથી.

ફર્મ અથવા LLPના નફામાંથી મળતા હિસ્સા પર ટેક્સ લાગતો નથી. જો તમે કોઈ યોજનામાં રોકાણ કરો છો, તો તેમાંથી મળતા વ્યાજ પર કેટલીક શરતો મુજબ ટેક્સથી મુક્તિ મળી શકે છે.

પાંચ વર્ષ પછી PF ફંડમાંથી રકમ ઉપાડવામાં આવે તો તેના પર ટેક્સ લાગતો નથી. ₹50,000 સુધીના ગિફ્ટ અને નજીકના સંબંધીઓ પાસેથી મળેલી વારસાની રકમ પર પણ ટેક્સ લાગતો નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. વધુ વિગતો માટે કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.