
આ દુર્ઘટનાના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ કે અન્ય રીતે ઘાયલ થયેલા લોકો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારો સાથે પણ એર ઈન્ડિયા સંપર્ક કરી સહાયની પ્રક્રિયા શરૂ કરી રહી છે. ટાટા જૂથની 17 કંપનીઓમાંથી અને એર ઈન્ડિયાના 500થી વધુ સ્વયંસેવકો દુકાળગ્રસ્તોને મદદરૂપ બની રહ્યા છે. દરેક અસરગ્રસ્ત પરિવાર માટે એર ઈન્ડિયાની વિશેષ સહાયતા ટીમમાંથી તાલીમપ્રાપ્ત એક કેરગિવર 24x7 ઉપલબ્ધ છે.

ડીએનએ ઓળખ પ્રક્રિયા સહિત હોસ્પિટલમાં ચાલી રહેલી તમામ પ્રક્રિયામાં પરિવારોને સહાય આપવામાં આવી રહી છે. જયારે મૃતદેહ હોસ્પિટલમાંથી રિલીઝ થાય છે ત્યારે કેરગિવર પરિવારો સાથે રહે છે, અંતિમવિધિ અને પરિવહનને માન-મર્યાદા સાથે સુનિશ્ચિત કરે છે. મુસાફરી, રહેઠાણ, સારવાર અને અંતિમવિધિ સહિતની તમામ જરૂરિયાતો માટે પણ આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

આ સમયગાળામાં સ્પષ્ટ અને સંવેદનશીલ સંચાર જરૂરી છે, તે માટે સ્વયંસેવકો સ્થાનિક ભાષાઓમાં પણ સંવાદ કરી રહ્યાં છે. આને સાથે, અમદાવાદમાં તાલીમપ્રાપ્ત ડોક્ટરો અને મનોવિજ્ઞાનીઓની ટીમ દ્વારા માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ આપવામાં આવી રહી છે, જયારે નર્સ અને ફાર્માસિસ્ટ સહિતની મેડિકલ ટીમ શારીરિક તકલીફો અને સારવારના મુદ્દાઓ સંભાળી રહી છે. 12 જૂનથી શરૂ થયેલા બે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર આજે પણ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પરિવારો માટે માહિતી અને સહાય પૂરી પાડી રહ્યા છે. અંતે, જેમ અમારી ચેરમેનએ કહ્યું છે તેમ – હવે આ પરિવારો ‘ટાટા પરિવાર’નો ભાગ છે. અમદાવાદમાં કાર્ય પૂર્ણ થયા બાદ પણ એર ઈન્ડિયા અને ટાટા સન્સ અસરગ્રસ્તો માટે સતત અને અખંડ સહયોગ આપતા રહેશે, જેથી તેઓ આ વિપત્તિથી બહાર આવી શકે.
Published On - 8:11 pm, Sat, 21 June 25