
સપનામાં પૈસા જોવા: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં નોટો જોવી શુભ હોય છે. આનો અર્થ એ છે કે તમને ભવિષ્યમાં પૈસા મળી શકે છે. તમને ટૂંક સમયમાં નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમને સિક્કો દેખાય અથવા સિક્કાનો અવાજ સંભળાય, તો આ પણ શુભ છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારી આવક વધી શકે છે અથવા તમારા આવકના સ્ત્રોત વધી શકે છે.

સ્વપ્નમાં ગુલાબનું ફૂલ જોવું: સ્વપ્નમાં ગુલાબનું ફૂલ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ થાય કે વ્યક્તિ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. આ ઉપરાંત ભવિષ્યમાં ઘણા વર્ષોનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે.