Gujarati News Photo gallery Swapna sanket dream signals sign have you seen vagina Potty moustache shaving sprain sperm breast bath in sleep know what it signals
સ્વપ્ન સંકેત : નાના બાળકને સ્નાન કરતા જોવું તે સપનાનું કેવું ફળ આપશે?
Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.
1 / 9
યોની : સ્વપ્નમાં કોઈ સ્ત્રીની યોની જોવી તે કાર્ય પૂર્ણ સફળતા મળશે એવું સૂચવે છે. રોગમય યોની જોવી તે શુભ માનવામાં આવ્યું છે. તેમજ રોગહિન યોની જોવી તે ઓછા ભાગ્યવાન હોવાની સંભાવના દર્શાવે છે.
2 / 9
મળ : સ્વપ્નમાં માનવ મળ જોવું ધન-લાભ સૂચવે છે. નિશ્ચિત રુપથી ધન-લાભ થાય છે. સ્વપ્નમાં મળ-ત્યાગ કરતા જોવું તે વધારે ધન મળશે તેવા સંકેતો આપે છે.
3 / 9
મૂછ-હજામત : સપનામાં મૂછ પર હાથ ફેરવવો, મૂછના આંકડ ચડાવવા, શત્રુથી મ્હાત આપી શકે છે. મૂછ બનતી જોવી તે શત્રુ પર વિજય અને શત્રુની યોજનાઓ અસફળ થવાના સંકેત છે. કોઈની દાઢી બનતા જોવી અથવા તો પોતાની દાઢી બનતા જોવી તે કોઈ દ્વારા છળ-કપટ કરવામાં આવશે તેમજ છેતરપિંડી થશે તેવી સંભાવના દર્શાવે છે.
4 / 9
મચકોડ : શરીરમાં કોઈ પણ ભાગમાં મચકોડ આવવી તેમજ પગ મચકોડાઈ જવો શુભ છે. આને સંકટ અને પરેશાનીથી છુટકારો મળવાની સૂચના માનવામાં આવે છે.
5 / 9
રુપવાન/રુપવતી : સપનામાં રુપવાન વ્યક્તિ જોવું તે અશુભ માનવામાં આવે છે. એનું સપનું જોવાથી કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી ઉઠાવવી પડે છે.
6 / 9
અપંગ : અપંગ વ્યક્તિને જોવું તે કાર્ય સફળ જશે તેવા સંકેતો આપે છે. તે ઉપરાંત લાકડી સાથે ખોડંગાતા ચાલવું તે અત્યંત શુભ માનવામાં આવે છે.
7 / 9
વીર્ય : સ્વપ્નમાં વીર્યને જોવું કે વીર્ય સ્ખલન થતા જોવું તે સમાજમાં અપયશ મળવાના સંકેત છે.
8 / 9
સ્તન : સ્વપ્નમાં સ્ત્રીનાં ઢાંકેલા સ્તન જોવા તે અશુભ માનવામાં આવે છે. ખુલા સ્તન જોવા તે કામ-સુખની પ્રાપ્તિ સૂચવે છે તેમજ સ્તનપાન કરવું તે સફળતાના સંકેતો છે.
9 / 9
સ્નાન : સ્વપ્નમાં પોતાને ન્હાતા જોવું કે અન્ય કોઈને ન્હાતા જોવા તે લાંબી યાત્રા પર જવાના યોગ છે. સ્ત્રીને સ્નાન કરતા જોવી તે અશુભ માનવામાં આવ્યું છે. બાળકને સ્નાન કરતાં જોવું અથવા પાણીમાં રમતા જોવું તે શુભ માનવામાં આવ્યું છે. કાર્યમાં સફળતા, ધન-લાભ તથા વેપારમાં વૃદ્ઘિની સંભાવના છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)