
બળવું : સપનામાં કોઈ ગરમ વસ્તુથી ચામડી બળતા જોવી માન-સન્માન મળવાના સંકેત છે તેમજ ઉચ્ચ પદ પણ મળી શકે છે.

જુગાર : કોઈ પણ રીતે જુગાર રમતા જોવું તે ધન હાનિ થવાના સંકેત છે તેમજ અપમાન કે કલંક લાગવાના સંકેતો છે.

જ્યોતિષ : જ્યોતિષ સંબંધિત કોઈ પણ કાર્ય કરવું તે સંતાનોને દુ:ખ પહોંચવાના સંકેતો છે. પોતાનાથી નાના લોકો સાથે કંઈક અશુભ બને તેવી સંભાવના રહેલી છે.

ઝગડા : સપનામાં કોઈ ઝગડો જોવામાં આવે તો બીજો દિવસ સુખમય પસાર થશે તેવા સંકેતો છે.

છીનવવું : કોઈ વસ્તુ છીનવવી અથવા કોઈ પશુ-પક્ષી કોઈ વસ્તુ પડાવી જાય તેવું સપનામાં જોવું તે લોટરી કે સટ્ટામાં અચાનક ધનલાભ દર્શાવે છે.

સાવરણી : કચરો કાઢવો અથવા કોઈને આવું કરતા જોવું તે પરિવાર-ઘરમાં ચોરીનો યોગ બને છે. ઓછામાં ઓછા 15 દિવસ સતર્ક રહેવું જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)