Gujarati News Photo gallery Swapna sanket dream signals sign have you seen sleeping Skin slap spit teeth beard Shingles cremation body in sleep know what it signals
સ્વપ્ન સંકેત : સપનામાં થૂંકવું કે દાંત જોવા, જાણો ભવિષ્યના શું આપે છે સંકેતો
Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.
1 / 10
સ્કીન : રુપાળી (ગોરી) સ્કીન જોવી તે અશુભ માનવામાં આવે છે અને કાળા રંગ (શ્યામ વર્ણ)ની સ્કીન જોવી તે શુભ માનવામાં આવે છે.
2 / 10
થપ્પડ : સપનામાં કોઈ તમને થપ્પડ મારતું હોય એવું જોવું તે કોઈ કાર્યમાં સફળતા મળશે તેવા સંકેતો આપે છે. કોઈને તમે થપ્પડ મારો છો વાદ-વિવાદ, ઝગડો અને અપમાનિત થવાના સંકેતો છે.
3 / 10
થૂંકવું : સપનામાં થૂંકવું કે કોઈને થૂંકતા જોવું તે પ્રશંસા મળશે તેવી સંભાવના બતાવે છે.
4 / 10
દાંત : સપનામાં દાંત તુટતા જોવા તે શુભ માનવામાં આવે છે. દાંતને સ્વચ્છ કરવા તે સ્વાસ્થ સારુ રહેશે તેવું બતાવે છે. પોતાના કે બીજાના દાંતમાં દર્દ જોવું તે નવા કાર્યનું સૂચન કરે છે.
5 / 10
દાઢી : દાઢી જોવી, તેના પર હાથ ફેરવવો તે મન ઉદાસ રહેવાની સંભાવના દર્શાવે છે. દાઢી કાપવી, કરાવવી, પોતાને અથવા બીજાને આવું કરતા જોવું તે કાર્યમાં વિઘ્ન આવવાના સંકેતો છે.
6 / 10
દાદ : શરીરમાં દાદ જોવું તે પોતાના લોકો અથવા અન્ય લોકોથી અપમાનિત થવાની સૂચના છે. અકારણ જ આવી નોબત આવી પડે છે.
7 / 10
અગ્નિ સંસ્કાર : કોઈના અગ્નિ સંસ્કાર અથવા જલતી ચિંતા જોવી તે અત્યંત શુભ છે. વિચાર કરેલા તેમજ નક્કી કરેલા કાર્યો અવશ્ય થાય છે.
8 / 10
દિગમ્બર : પોતાને અથવા કોઈ બીજાને દિગમ્બર સ્થિતિમાં જોવું તે યશ-પ્રશંસા પ્રાપ્તિનો યોગ બને છે તેવું સૂચન કરે છે.
9 / 10
શરીર : કોઈ પુરુષ વસ્ત્રહીન સ્ત્રીને જુએ છે તો કામસુખ પ્રાપ્ત થાય તેમજ પુરુષ જોવા મળે છે તો કોઈ વાદ-વિવાદની શક્યતા છે. કોઈ સ્ત્રી પુરુષના શરીરને જુએ છે તો પતિના અલ્પકા માટે વિયોગની સૂચના છે. સ્ત્રી જોવા મળે તો પરિવારની કોઈ વડિલ સ્ત્રી જોડે ક્લેશ થશે તેવી સંભાવના છે.
10 / 10
નાક વગરનું મોં : સપનામાં કાપેલા નાક વાળો પુરુષ અથવા સ્ત્રીને જોવી તે માન-સન્માન અને ધન-પ્રાપ્તિની સૂચના છે. આવા લોકોને અથવા આમાંથી કોઈ એકને ભીખ માંગતા જોવા તે તેનાથી પણ શુભ ગણવામાં આવ્યું છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)